વાવાઝોડાને લીધે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે MGVCLની 55 થી વધુ ટીમો રવાના

  • June 15, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસરથી મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને લઈ વીજપૂરવઠો ખોરવાઈ જવાની સંભાવના વધારે રહે છે.આથી સામાન્ય નાગરિકને વીજ પુરવઠામાં કોઈ સમસ્યા ન રહે તે માટે ટૂંક સમયમાં જ વીજ પુરવઠો ફરી શરુ કરવા મધ્ય ગુજરાત વીજ કંપનીની 55થી વધુ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા રવાના થઇ ગઈ છે. આ ઉપરાંત 100થી વધારે વીજ પોલ અને જરુરી વસ્તુઓ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.


વાવાઝોડાને પગલે આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી,અલગ કંટ્રોલ રૂમ અને 24×7 રિપોર્ટિંગ ટીમની ગોઠવામાં આવી છે. જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે.વાવાઝોડા બાદ શહેર – નગરોમાં વીજ પુરવઠો ખોરવાશે તો તાબડતોબ પૂર્વવત કરવા માટે PGVCLની 562 કોન્ટ્રાક્ટર ટીમ 3304 વીજકર્મીઓ સાથે તથા 268 જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં 1085 સહીત કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.


વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં 1 લાખ જેટલા વીજપોલ તથા 44253 જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેનાં વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.


વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા 782 વાહનો તથા 36 જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application