લાલપરમાં દોઢ કરોડનો દારૂ પકડાયાના કેસમાં મોરબી એલસીબી તથા તાલુકા પીઆઈ સસ્પેન્ડ

  • March 27, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી નજીક લાલપર ગામે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડો પાડી દોઢ કરોડના દારૂ સહિત ૨.૨૦ કરોડના મુદ્દામાલ સાથે સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપી લેવા પ્રકરણમાં રાજ્યના પોલીસવડાએ આકરું પગલું લઈ મોરબી એલસીબી પીઆઇ ઢોલ તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઈ વાળા સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ગત તા.૧૯ની રાત્રીના ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો એસએમસી ટીમે ઝડપી લીધો હતો. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયનાં માર્ગદર્શન હેઠળ, આ કાર્યવાહી એસપી નિર્લિપ્ત રાય ટીમના ડીવાયએસપી કે.ટી. કામરિયા તથા સ્ટાફ દ્વારા થયેલ. એક લાખથી વધુની કિંમતનો દારુ પકડાઈ ત્યારે ચૂંટણી પંચને જાણ કરવાની હોય છે તે મુજબ જાણ કરતા પંચના આદેશ મુજબ પગલાં લેવાયા છે મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ અને તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાને સસ્પેન્ડ કરતો હુકમ કરતા મોરબી સહિત રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગી છે.છેલ્લ ા સાતેક માસથી અમદાવાદના ગોમતીપુરના વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર જીમીન શંકરભાઈ પટેલે લાલપરમાં ગોડાઉન ભાડે રાખ્યું હતું અને રાજસ્થાનના ભરત મારવાડી, રાજારામ મારવાડી, ઉમેશ બેનીવાલ પાસેથી દારૂનો જથ્થો મંગાવી સૌરાષ્ટ્રભરમાં સપ્લાયનું નેટવર્ક ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી. દરોડામાં એસએમસીએ ગોડાઉન પરથી ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપી ૧.૫૧ કરોડની કિંમતનો ૬૧,૧૫૨ બોટલ દા‚ તથા વાહનો મળી ૨.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. 

સાતેક માસથી ગોડાઉન ભાડે રખાયું હોય અને લાખોનો દા‚ ઉતરતો હોવા છતાં મોરબી તાલુકા પોલીસને ખ્યાલ ન પડ્યો આવી જ રીતે એલસીબીની પણ બેદરકારી ગણીને બંને પીઆઈ તાલુકાના વાળા, એલસીબીના ઢોલને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરાયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application