બારામતીમાં ચૂંટણી રેલીમાં શરદ પવારે કહ્યું કે રતન તાતા ઇચ્છતા હતા કે એફએએલ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવે, જો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો હોત તો અહીં હજારો નોકરીઓનું સર્જન થાત
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ગુજરાત સ્થિત તાતા એડવાન્સ સિસ્ટમ અને એરબસની ’ફાઇનલ એસેમ્બલી લાઇન’ (એફએએલ)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એફએએલ શરૂઆતમાં મહારાષ્ટ્રમાં સ્થાપિત થવાનું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર તેને તેમના રાજ્યમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે શરદ પવારના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે.
બારામતીમાં એક ચૂંટણી રેલીમાં બોલતા પવારે કહ્યું કે રતન તાતા ઇચ્છતા હતા કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવે અને તેમના પરામર્શથી નાગપુર એમઆઈડીસી વિસ્તારમાં 500 એકરનો પ્લોટ તેના માટે જોવામાં આવ્યો હતો. આ વાત મનમોહનસિંહના નેતૃત્વવાળી સરકાર દરમિયાનની છે, જેનો હું એક ભાગ હતો. સરકાર બદલાઈ અને મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે તાતાને ફોન કરીને ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવા કહ્યું.
શરદ પવારે વધુમાં કહ્યું કે જો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો હોત તો અહીં હજારો નોકરીઓનું સર્જન થાત. જ્યારે મોદીએ ફોક્સકોનને મહારાષ્ટ્ર માટે નિર્ધિરિત સેમિક્ધડક્ટર ફેક્ટરી ગુજરાતમાં સ્થાપવા કહ્યું ત્યારે મહારાષ્ટ્રમાંથી હજારો નોકરીઓ છીનવાઈ ગઈ હતી. વડાપ્રધાન કોઈ એક રાજ્યના નથી પરંતુ તેમણે સમગ્ર દેશ વિશે વિચારવાનું હોય છે.
દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો અને લોકોને ખોટી વાતોથી બચવા કહ્યું. ફડણવીસે મહારાષ્ટ્રની બહાર જતા પ્રોજેક્ટ્સ માટે અગાઉની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારના વલણને જવાબદાર ઠેરવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતાને ફરી એકવાર સત્ય જણાવવું જોઈએ, જેથી ખોટી વાતો લોકો સુધી ન પહોંચે. ફડણવીસે કહ્યું કે આ ઉંમરે જૂઠું ન બોલવું જોઈએ અને આજે જ્યારે મહારાષ્ટ્ર નંબર વન બની ગયું છે ત્યારે તેઓ થોડા વધુ ચિંતિત છે.
ફડણવીસે ટાટા એરબસ, ફોક્સકોન અને અન્ય પ્રોજેક્ટ્સની વિગતો આપતા અખબારો અને વિડિયો લિંક્સ શેર કરી હતી અને તે સમયની એમવીએ સરકારના બેદરકાર વલણને કારણે અન્ય રાજ્યોમાં શા માટે સ્થાપવામાં આવ્યા હતા. ફડણવીસે દાવો કર્યો હતો કે જ્યારે ટાટા ગ્રૂપ્ના પ્રતિનિધિઓએ નાગપુરમાં એમએડીસી ઓફિસની મુલાકાત લીધી ત્યારે તત્કાલીન એમવીએ સરકાર યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહી હતી. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (ટીએએસએલ) ભારતમાં સી-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. આ માટે વડોદરામાં ફેક્ટરી શરૂ કરવામાં આવી રહી છે. ટાટાનું આ એકમ ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ લશ્કરી એરક્રાફ્ટ બનાવનારી ફેક્ટરી હશે. ટીએએસએલ ભારતમાં 40 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે જ્યારે 16 એરક્રાફ્ટ સીધા એરબસ દ્વારા ડિલિવરી કરવામાં આવશે. એરક્રાફ્ટના ઉત્પાદનથી લઈને તેના પરીક્ષણ અને ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા આ ફેક્ટરીમાં થશે. ટાટા ઉપરાંત ભારત ઈલેક્ટ્રોનિક્સ અને ભારત ડાયનેમિક્સ જેવી જાહેર ક્ષેત્રની કંપ્નીઓ અને ખાનગી ક્ષેત્રની નાની-મોટી કંપ્નીઓ પણ આ પ્રોજેક્ટમાં સામેલ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech