એઈમ્સની બાજુમાં IOCના એલપીજીના ટેન્કરમાં આગની મોક ડ્રિલ

  • February 28, 2023 11:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજરોજ જામનગરથી રાજકોટના બોટલીંગ પ્લાન્ટ માટે ગેસ ભરીને આવતું ઈન્ડીયન ઓઈલનું એલ.પી.જી.નું ટેન્કર એઈમ્સ બાયપાસ રોડ ઉપર ગુજરાત ગેસની પાઈપલાઈન અને આઈ.ઓ.સી.એલ.ની સલાયા મથુરા પાઈપ લાઈન નજીક લીક થતા ભારે અફડાતફડી મચી હતી. તાત્કાલીક જ ટેન્કરના ડ્રાઈવરે ૧૦૦ અને ૧૦૧ નંબર સહિત હેડ ઓફિસને ફોન કરીને ટેન્કરમાં લાગેલી આગ વિશે જાણકારી આપતા ફાયર ટીમ કોર્પેારેશન, ઈમર્જન્સી મેડીકલ સર્વીસ ૧૦૮ની ટીમ તથા પોલીસ તત્રં સત્વરે પહોંચી ગયા હતા.





ટેન્કરમાં યાં આગ લાગી હતી ત્યાં જ પી.જી.વી.સી.એલ.ની લાઈન પસાર થતી હોવાથી શોટ–સર્કિટ થવની સંભાવનાના પગલે પી.જી.વી.સી.એલ.ને જાણ કરવામાં આવતા જ તુરતં વિજ પુરવઠો બધં કરી દેવામાં આવ્યો હતો. આ સમયે ટેન્કરના ડ્રાઈવરે ફાયર એકસ્ટીન્ગ્વીશરનો સતત મારો ચાલુ રાખ્યો હતો. તે દરમિયાન ફાયર ટીમ કોર્પેારેશન પહોંતી જતા આગ પર કાબુ કરી લેવામાં આવ્યો હતો. તેમજ ટીમના આઈ.ઓ.સી.એલ.ના કર્મચારી દ્રારા સ્પેશ્યલ સુટ પહેરીને ટેન્કરનો લીક થયેલો વાલ્વ વ્યવસ્થિત બધં કરી દેતા મોટી જાનહાની ટળી હતી. સઘળી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપસ્થિતોને જાણ કરવામાં આવી હતી કે આ એક મોકડ્રીલ હતી.




આ સાથે જ કલેકટર અણ મહેશ બાબુ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી. મોકડ્રીલ પૂર્ણ થતા કલેકટરે જરી સુચનો કર્યા હતા તેમજ સૌથી ઓછા સમયમાં પહોંચીને પોતાની શ્રે કામગીરી કરનાર વિવિધ વિભાગોના કર્મચારીઓને કલેકટરે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.





આ તકે પ્રાંત અધિકારી વિવેક ટાંક, સંદિપ વર્મા, મામલતદાર કે. કરમટા, ચીફ જનરલ મેનેજર યોગેશ વિજય, ડેપ્યુટી જનરલ મેનેજર ધર્મેન્દ્ર ખન્ના, મેઈનલાઈન મેનેજર અકીલ પટેલ, ગુજરાત ગેસના વેંકટ સૂબ્રમણ્યમ, માર્કેટિંગ ડેપો મેનેજર સિમ્બાશિવ રાવ, એલ.પી.જી. પ્લાન્ટના વરિ પ્લાન્ટ મેનેજર નિખિલ કુમાર નિરજ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મોકડ્રીલ આઈ.ઓ.સી.એલ પાઈપલાઈન રાજકોટ, આઈ.ઓ.સી.એલ એલ.પી.જી, આઈ.ઓ.સી.એલ માર્કેટિંગ વિભાગ, આઈ.ઓ.સી.એલ એ.એફ.એસ, બી.પી.સી.એ.લ એલ.પી.જી પ્લાન્ટ, ગુજરાત ગેસ લિમિટેડ તથા જી.એસ.પી.એલ. ગૌરીદળના સંયુકત ઉપક્રમે યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application