જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ

  • April 07, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર મહિને તા. ૬ ના રોજ યોજાતી મોકડ્રીલ બની રહી છે હાસ્યાસ્પદ

જામનગર મહાનગરપાલિકાના ફાયર  કંટ્રોલ વિભાગમાં આજે સવારે શહેરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ માં આગ લાગી હોય તેવો કંટ્રોલ રૂમને મેસેજ મળતાં  તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથે કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, ત્યાં લાગેલી આગને બુજાવવાની કામગીરી હાથ ધરી હતી, દર મહિનાની ૬ તારીખે આ પ્રકારની મોકડ્રીલ યોજાઇ છે, પરંતુ અગાઉથી મોકડ્રીલની તારીખ જાહેર થતી હોય તેનો કોઇ મહત્વ રહેતું નથી, તેવું લોકોમાં બોલાઇ રહ્યું છે અને હવે આ પ્રકારની મોકડ્રીલ ખરેખર હાસ્યાસ્પદ બનતી જાય છે.
જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ ખાતે  મેસેજ મળ્યો હતો કે આજે સવારે શહેરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગી હોય જે આગને  ઓલવવા માટે જામનગર ફાયર શાખા નો કાફલો તાત્કાલિક ધોરણે જી.જી. હોસ્પિટલે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ફાયર વિભાગ દ્વારા કોવિડ વોર્ડમાં લાગેલી આગને ઓલવવા ના પ્રયત્ન હાથ ધર્યા હતા, અંતે આ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી, જે દરમિયાન જી જી હોસ્પિટલના સ્ટાફને  તાત્કાલિક અસરથી લાગેલી આગને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈ ના માર્ગદર્શન મુજબ દર મહિને ફાયર શાખા દ્વારા આ રીતે ૬ તારીખે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ ફાયર શાખાના સ્ટાફે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application