જામનગરમાં બ્રાસના વેપારી સાથે ૬.૩૧ લાખની છેતરપીંડી

  • November 09, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેઢીમાં કામ કરતા બે શખ્સ છ માસમાં ૧૫૦૦ કીલો માલ ઉસેડી ગયા

જામનગરના શંકરટેકરી ઉધોગનગરમાં આવેલ બ્રાસ પેઢીમાંથી છ માસના સમયગાળા દરમ્યાન ત્યાં કામ કરતા બે શખ્સોએ ૧૫૦૦ કીલો જેટલો માલ કિ. ૬.૩૧ લાખની છેતરપીંડી કર્યાનો મામલો સામે આવ્યો છે, આ અંગે વેપારી દ્વારા નામ જોગ ફરીયાદ નોંધાવવામાં આવતા સીટી-સી પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના ઓશવાળ કોલોની ખાતે નિહાર બંગલો, શેરી નં. ૨ ખાતે રહેતા અને જી.એમ. ઇમ્પેક્ષ પેઢી, બ્રાસ-ભંગાર વેચાણના ધંધાર્થી નિહારભાઇ ધિરેનભાઇ ગલૈયાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના ઉમેદસિંહ ચૌહાણ, ઇન્સાફ હદેખા મોહમદ તથા તપાસમાં જે ખુલે તેની સામે આઇપીસી કલમ ૪૦૭, ૪૦૮, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના શંકરટેકરી ઉધોગનગર ખાતે આવેલા જી.એમ. ઇમ્પેક્ષ નામની પેઢીમાંથી બ્રાસનો ભંગાર ઇમ્પોર્ટ કરતા હોય દરમ્યાન ગત જુલાઇ-૨૦૨૩ થી આજ સુધીના સમયગાળા દરમ્યાન આશરે ૧૫૦૦ કીલો જેટલો માલ જેની અંદાજે કિ. ૬.૩૧.૫૦૦ છ માસના ગાળામાં ઉપરોકત આરોપીઓ એકબીજાને મિલાપ કરી, ફરીયાદીની પેઢીમાં કામ કરતા હોય, કોઇપણ રીતે કાઢીને ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.
***
માધવબાગ પાસેેથી મોબાઇલની તફડંચી
જામનગરના માધવબાગ-૧, દ્વારકેશ ખાતે રહેતા મુરીબેન રણમલભાઇ હડીયલ (ઉ.વ.૫૧) એ સીટી-સીમાં ગઇકાલે અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ફોન ચોરી કરી ગયાની ફરીયાદ કરી છે.
વિગત મુજબ ફરીયાદીના પતિનો રુા. ૬ હજારની કિંમતનો મોબાઇલ ફોન ગત તા. ૨૫-૧૦-૨૩ના સમય દરમ્યાન માધવ બાગ-૧, કોપર સીટી પાસેના રોડ પરથી અજ્ઞાત શખ્સ શેરવી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application