ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજ અને એરપોર્ટ ઓથોરીટી વચ્ચે થયો એમ.ઓ.યુ.

  • September 16, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એરપોર્ટ ઓથોરીટી અને પોરબંદરની ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજ વચ્ચે  એમ.ઓ.યુ. કરવામાં આવ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુસર  ટેકનિકલ ક્ષેત્રે મિકેનિકલ, કોમ્પ્યુટર કેમિકલ અને સિવિલ એમ ચાર ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપરાંત આઇ.ટી. અને એમ.બી.એ. અભ્યાસક્રમો ચલાવતી અમદાવાદની ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જી.ટી.યુ.) સંલગ્ન પોરબંદરમાં ન્યુ એરપોર્ટ સામે રાજકોટ નેશનલ હાઇવે અમર પોલીમર ફીલ્સ ફેકટરી પાસે વિશાળ કમ્પાઉન્ડ, અત્યાધુનિક લેબ, વર્કશોપ, એસી ઓડીટોરીયમ હોલ, કેન્ટીન સાથેની જિલ્લાની એકમાત્ર પોરબંદરની માલદેવજી ઓડદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી ‘નહિ સર્વત્ર ગુણોનીધિયતે’ ધ્યેયમંત્રને વરેલી ડો. વી.આર.ગોઢાણીયા એન્જીનીયરીંગ એન્ડ આઇ.ટી. કોલેજ અને એર ઇન્ડિયા વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. 
આ તકે ગોઢાણીયા એન્જીનિયરીંગ કોલેજના અધ્યક્ષ યશભાઇ દાસાણીએ માહિતી આપતાં જણાવ્યુ હતુ કે આ એન્જીનીયરીંગ કોલેજ અને એર ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે કોલેજના સિવિલ, મિકેનિકલ અને કોમ્પ્યુટરનું પ્રેકટીકલ જ્ઞાન  છાત્રો મેળવે તેમાં ૨૧ દિવસની ઇન્ટરશીપ માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. આ પ્રસંગે પોરબંદરના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના નિયામક (એ.એ.આઇ.) યોગેન્દ્ર તોમારે ગોઢાણીયા એન્જીનીયરના છાત્રોની પ્રેકટીકલ અભ્યાસ માટેની તત્પરતા  માટે અભિનંદન આપી ભારત સરકારના શિક્ષણ ક્ષેત્રના આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાર્થક કરવાની શીખ આપી હતી.
આ પ્રસંગે ગોઢાણીયા સંકુલ ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરભાઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુચવાયેલા ઇન્ટરશીપ કાર્યક્રમ સાચા અર્થમાં  મૂર્તિમંત કરવા બદલ ખુશી વ્યકત કરીને ટેકનિકલ શિક્ષણ એ શાળા, કોલેજો અને વિશ્ર્વ વિદ્યાલયોની ચાર દીવાલોમાં અપાય એમ નથી. પણ ચાર દીવાલોની બહાર અનુભવની પાઠશાળા અપાય એ મહત્વનું છે. ટેકનિકલ શિક્ષણ સાથે શ્રમનું વલણ વિકસાવવા જનભાગીદારી જ‚રી ગણાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. એ.આર. ભરડાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જે તે ક્ષેત્રનો વાસ્તવિક અને જીવંત અનુભવ મેળવે તે આજની જ્ઞાનની સદીમાં જ‚રી છે.
આ તકે પોરબંદરના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના નિયામક યોગેન્દ્ર તોમર(એમ.ઓ.યુ.)ના દસ્તાવેજ અર્પણ કર્યા ત્યારે મિકેનિકલ એન્જીનીયર બ્રાન્ચના સિનિયર પ્રોફેસર કાંધલભાઇ જાડેજા, કોમ્પ્યુટર બ્રાન્ચના સિનિયર પ્રોફેસર નિયતિબેન મોઢવાડીયા, એરપોર્ટના જે. કે. રાણા ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦નું અમલીકરણના ભાગ‚પે કોલેજ છાત્રો ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંગે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે જોડાઇને અભ્યાસ કરે તે અભિગમ આવકારી પોરબંદર ગોઢાણીયા સંકુલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application