શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી નસગનો અભ્યાસ કરતી ૧૭ વર્ષની સગીરા ઘરેથી લાપતા બનતા તેની માતાએ થોરાળા પોલીસ મથકમાં પાડોશી શખસ દીકરીને ભગાડી ગયાની શંકા સાથે ફરિયાદ કરી છે.પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ,ગંજીવાડા વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડા વિસ્તારમાં જ રહેતા પ્રકાશ સોમાભાઇ પાંચલનું નામ આપ્યું છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.જેમાં સૌથી મોટી પુત્રી ૧૭ વર્ષ આઠ માસની છે.જે હાલ નસગનો અભ્યાસ કરતી હોય જેથી હોસ્ટેલમાં રહે છે.તાજેતરમાં પરિણીતાને અકસ્માતમાં ઇજા પહોંચતા દીકરી અહીંથી રજા લઇ માતાન ઘરકામમાં મદદપ થવા માટે આવી હતી.
દરમિયાન તા.૩ ના રોજ સગીરા કોઇને કઇં કહ્યા વગર ઘરેથી ચાલી ગઇ હતી.જેથી પ્રથમ ખાનગી રાહે તેની શોધખોળ કરી સગા સંબંધીમાં પુછપરછ કરી હતી.પણ સગીરાની ભાળ મળી ન હતી.સગીરાને આગાઉ પાડોશમાં રહેતા પ્રકાશ સાથે સંબધં હોય જેની જાણ પરિવારને થઇ જતા તેની માતાએ ઠપકો આપતા હવે સંબધં નહીં રાખે તેવી દીકરીએ ખાતરી આપી હતી.જેથી આ પ્રકાશ દીકરીએ ભગાડી ગયો હોવાની શંકા જતા તેના ઘરે જઇ તપાસ કરતા તે પણ ઘરે હાજર ન હોય અને તેનો ફોન પણ બધં આવતો હોય જેથી તે જ દીકરીને ભગાડી ગયાની શંકા સાથે સગીરાના માતાએ આ ફરિયાદ નોંધાવી છે.પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ બી.એમ.ઝણકાટ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech