સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફટાકડા ફોડવા મુદે સગીર તેના પિતા–કાકાને મારમાર્યો

  • January 23, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રાત્રીના રામ મંદિર પ્રાણ પ્રતિાની ઉજવણીને લઇ સગીર તેના મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો ત્યારે તેનો તીખારો બાજુમાંથી પસાર થતા લના ફલેકાની ગાડી પર પડતા ડખ્ખો થયો હતો.બાદમાં બે શખસોએ સગીર તેના પિતા અને કાકાને ગાળો આપી મારમાર્યેા હતો.આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વસતં એવન્યુમાં રહેતા અને અહીં સુવર્ણ કોમ્લેકસમાં ક્રિષ્ના કેન્ડી નામની દુકાન ધરાવનાર ધ્રુવ ગીરીશભાઇ વાછાણી(ઉ.વ ૨૩) નામના વેપારી યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરમાં રહેતા ધર્મેશ રમેશભાઇ ચૌહાણ અને રાજકોટના ભારતનગરમાં રહેતા પંકજ કાનજીભાઇ રાઠોડના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે રાત્રીના નવ વાગ્યા આસપાસ તે પોતાની દુકાને હતો ત્યારે કૌટુંબિક ભાઇ સંજયનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારા નાના પુત્ર પ્રયાણ (ઉ.વ ૧૫) ને અહીં ફલેટ નજીક ખોડીયાર પાર્ટી પ્લોટ પાસે ઝઘડો થતા મારમારે છે.જેથી યુવાન તાકીદે અહીં પહોંચ્યો હતો.અહીં બાદમાં ભત્રીજા પ્રયાણને પુછતા તેણે જણાવ્યું હતું કે,તે તેના મિત્રો સાથે પ્રાણ પ્રતિા દિવસને લીધે ફટાકડા ફોડતો હતો ત્યારે તીખારો બાજુમાંથી નીકળેલા લના ફુલેકાની કાર પર પડતા મને ઢીકાપાટુનો મારમાર્યેા છે.જેથી યુવાન તથા તેનો ભાઇ સંજય બંને અહીં લ ફલેકામાં પહોંચી કોણે માર માર્યેા છે તે અંગે પુછતા બંને આરોપીઓએ તેમની સાથે ઝઘડો કરી ત્રણેયને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યેા હતો.
દરમિયાન કોઇએ પોલીસને જાણ કરી દેતા પીસીઆર વાન આવી ગઇ હતી.અને હત્પમલાખોર તથા ફરિયાદી સહિતનાને પોલીસ સ્ટેશનને લઇ ગયા હતાં.ત્યાર બાદ વેપારી યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application