સીરિયામાં બળવાખોરો દ્રારા વધતા હત્પમલા અને નાગરિકોના વધી રહેલા મૃત્યુને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.સાથોસાથ એમ પણ જણાવ્યું છે કે ત્યાં વસતા ભારતીયો બની શકે તેટલું જલ્દી સિરિયા છોડી દે.વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.સાથોસાથ એક હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સીરિયામાં હયાત તહરિર અલ–શામ નામના વિદ્રોહી સંગઠને સતત હત્પમલા કરીને એક બે નહી, ૪ શહેર પર કબજો કરી લીધો છે અને સ્થિતિ કાબુ બહાર છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને એવી પણ સલાહ આપી છે કે જેઓ પરત ફરી શકે છે તેઓને જલદી ઉપલબ્ધ વ્યાપારી લાઇટસ પકડીને દેશ પરત આવી જાય.અને અન્ય લોકોને તેમની સલામતી અંગે અત્યતં સાવધાની રાખવા અને તમારી પ્રવૃત્તિઓને ન્યૂનતમ મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે.
સીરિયાની સ્થિતિ આટલી ખરાબ કેમ થઈ
હકીકતમાં છેલ્લા એક સપ્તાહ માં હયાત તહરિર અલ–શામ નામના વિદ્રોહી સંગઠને સીરિયામાં મોરચો ખોલ્યો છે. તે રાષ્ટ્ર્રપતિ બશર અલ–અસદને સત્તા પરથી હટાવીને પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે. આ શ્રેણીમાં તે સીરિયાના શહેરો પર સતત હત્પમલા કરીને કબજો કરી રહ્યો છે. વિદ્રોહીઓએ ૩૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો. આ પછી તેઓ દક્ષિણમાં હામા પ્રાંત તરફ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓએ ઉત્તરી અને મધ્ય હમાના ૪ નગરો પર પણ કબજો કરી લીધો છે. આ બળવાખોરો તેમના મિશનને પૂર્ણ કરવા માટે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. તેમના પ્રારંભિક હત્પમલામાં જ, બળવાખોરોએ જંગી નરસંહાર કર્યેા અને એક જ હત્પમલામાં ૩૦૦ લોકો માર્યા ગયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech