સલમાન-કેટરીનાની ફિલ્મ ટાઇગર-3ને હીટ કરવા રમાઇ માઇન્ડગેમ

  • March 06, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પઠાનની સફળતા બાદ મેકર્સ ફિલ્મમાં કરી રહ્યા છે મહત્વના ફેરફાર
  • સલમાન- શાહરુખનો વધુ જાદુ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે

 


શાહરુખ ખાનની સફળતમ ફિલ્મ પઠાન બાદ આજકાલ સલમાન ખાન-કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર 3 જબરદસ્ત ચર્ચામાં છે. રિપોર્ટ આવ્યા હતા કે ટાઇગર 3ને હિટ બનાવવા માટે મેકર્સે જબરદસ્ત માઇન્ડ ગેમ રમી છે. એટલું જ નહીં ફિલ્મમાં એક શાનદાર સરપ્રાઈઝ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ક્યારનું પુરું થઇ ગયું હોવા છતાં મેકર્સ પઠાનના રિવ્યૂની રાહ જોઇ રહ્યા હતા. જેથી હવે ટાઇગર-3માં મહત્વના ફએરફાર કરવામાં આવી રહ્યા છે.

 શાહરૂખ ખાનની પઠાણમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો અને તેનો સીન સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થયો હતો. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન-શાહરુખના આ જ સીનને ટાઇગર 3માં પણ રિપીટ કરવામાં આવશે.

 ફિલ્મનું બજેટ 225 કરોડ છે. આટલું જ નહીં, ફિલ્મ ટાઈગર 3 સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી સામે આવી છે, જેને સાંભળ્યા બાદ અંદાજ લગાવી શકાય છે કે મેકર્સ ટાઈગર 3ને હિટ બનાવવા માટે જબરદસ્ત માઇન્ડ ગેમ રમવાના મૂડમાં છે.

રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ જવાનના શૂટિંગમાં બિઝી છે. જોકે તેણે સલમાન ખાન સાથે ટાઈગર 3ની સિક્વન્સ માટે 7 દિવસનો સમય આપ્યો છે. ટાઈગર 3 ની નજીકના સોર્સે માહિતી આપી છે કે પઠાણના સીનનું પુનરાવર્તન ટાઈગર 3 માં પણ થઈ શકે છે. જો કે પઠાણની સફળતા બાદ ટાઈગર 3માં તે સીન થોડો ફેરફાર કરીને રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ટાઈગર 3 માટે પહેલાથી જ ઘણા શાનદાર સીન અને ડાયલોગ લખવામાં આવ્યા હતા, પરંતુ પઠાણની સફળતા પછી બધું જ બદલાઈ ગયું છે. હવે આ ફિલ્મમાં ફેન્સને કંઇક વધુ જ એક્સાઇટમેન્ટ જોવા મળશે.

આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો ટાઈગર 3ને ગ્રાન્ડ લેવલ પર રજૂ કરવા માટે, મેકર્સ ફેન્સને એક શાનદાર સરપ્રાઈઝ પણ આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સલમાન-શાહરુખનો સ્ક્રીન ટાઈમ વધારવામાં આવ્યો છે.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે ટાઈગર 3માં શાહરૂખ-સલમાને પઠાણમાં શેર કરેલી સ્ક્રીન કરતાં વધુ સ્ક્રીન સ્પેસ હશે. આ સાથે તેમાં કેટલાક વધુ મજેદાર સીન્સ પણ ઉમેરવામાં આવ્યા છે. અન્ય એક રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ટાઈગર 3 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મેકર્સ પઠાણના રિએક્શન્સની રાહ જોઈ રહ્યા હતા, જેથી તે પછી જ સલમાન-શાહરુખ સાથે ક્લાઈમેક્સ શૂટ થઈ શકે. હવે બંને ખાન એપ્રિલમાં ક્લાઈમેક્સ શૂટ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application