ડેરી ફાર્મની દુકાનમાંથી લીધેલું શિખંડનું સેમ્પલ ફેઇલ

  • September 26, 2023 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ડેરી ફાર્મની દુકાનમાંથી લીધેલું શિખંડનું સેમ્પલ લેબમાં મોકલતા તેમાં જન આરોગ્ય માટે ઘાતક કલરની ભેળસેળ ખુલી છે.
રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે મહેશભાઇ શિવલાલ મોલીયાની માલિકી પેઢી જે.જે. સ્વીટસ એન્ડ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી, બારદાન ગલી, ફાટકની બાજુમાં, મોરબી રોડ, રાજકોટ મુકામેથી જગદીશભાઇ દામજીભાઇ ગરસંદિયા પાસેથી લેવામાં આવેલ ખાધચીજ રાજભોગ શિખડં (લુઝ) નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફડ કલર ટાટર્્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લૂ એફસીએફની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેયુ હતું કે ફડ વિભાગની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વિશાલ ચાઇનીઝ એન્ડ પંજાબી સ્થળ:– મિલન કોમ્પેલેક્ષ, લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ, રાજકોટની તપાસ કરતાં ૪ કિ.ગ્રા. મંચુરિયન, ૪ કિ.ગ્રા. ગ્રેવી, ૨ કિ.ગ્રા. સંભારો, ૨ કિ.ગ્રા. બાંધેલો લોટ મળીને અંદાજીત કુલ ૧૨ કી.ગ્રા. વાસી અખાધ્ય ચીજોનો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.



ફડ વિભાગની ટીમ વાન સાથે શહેરના જુલેલાલ મંદિર વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી જેમાં (૧)જેલી ફરસાણ–લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)બાબા પાન એન્ડ કોલ્ડિ્રંકસ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ભવાની જનરલ સ્ટોર્સ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)દાવત કોલ્ડિ્રંકસ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)રામ દુગ્ધાલય –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. (૬) સુનીલ જનરલ સ્ટોર્સ (૭)ગણેશ સુપર માર્ટ (૮)જલારામ બેકરી (૯)પટેલ ડેરી ફાર્મ (૧૦)પ્રજાપતિ ફરસાણ (૧૧)સીતારામ ડેરી ફાર્મ (૧૨)મહાવીર ફરસાણ (૧૩)ગુનાનક સોડા શોપ (૧૪) અંબિકા જનરલ સ્ટોર્સ (૧૫)ગજાનદં ડેરી ફાર્મ (૧૬)સુંદરમ કોલ્ડિ્રંકસ (૧૭)શિવાંશ કોલ્ડિ્રંકસ (૧૮)શકિત કોલ્ડિ્રંકસ (૧૯)શિવશકિત આઇસ્ક્રીમ (૨૦)હરીઓમ સેલ્સ એજન્સીની ચકાસણી કરવામાં આવી હતી.


ફડ વિભાગ દ્રારા ફુડ સેટી સસ્ટાન્ડર્ડ એકટ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ઉત્પાદકો પાસેથી લાડુ તથા મોદકના કુલ સાત નમૂના લેવામાં આવેલ જેમાં મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– ગજાનદં જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ, સતં કબીર રોડ, ગોવિંદબાગ રોડ કોર્નર, કેડી કોમ્પેલેક્ષ, જલગંગા ચોક, રાજકોટ ખાતેથી, મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– સાક્ષી ગૃહ ઉધોગ, તિપતિ સોસાયટી, શેરી નં.૨, કોઠારીયા ચોકડી, કોઠારીયા રિંગ રોડ, રાજકોટ, મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– શિવ શકિત ગૃહ ઉધોગ, ૪– મવડી પ્લોટ, રેલ્વેના પાટા પાસે, રાજકોટ, મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– જય બાલાજી ગૃહ ઉધોગ, શાક્રીનગર ૧૯૬ કોર્નર, રામપીર ચોક પાસે, રૈયાધાર રોડ, રાજકોટ, મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– ભોગીરામ મીઠાઈવાલા, પુનિતનગર શેરી નં.૪એ, વસુંધારા સોસાયટી, બજરંગવાડી પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતેથી, મોતીચૂર લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ– ખેતેશ્વર સ્વીટ, દાસારામ કૃપા, સુભાષનગર મેઇન રોડ, કેશવ વિધાલય પાસે, રાજકોટ ખાતેથી, મોદક (ગુલાબ લેવર–લુઝ)નું સેમ્પલ સ્થળ શ્રી અમૃત ડેરી એન્ડ આઇસ્ક્રીમ, શોપ નં–૧, બજરંગવાડી ચોક, રાજકોટ ખાતેથી લેવાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application