મોરબી વ્યાજના વિષચક્રમાં આધેડ ફસાયા, જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ

  • June 19, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં વ્યાજના વિષચક્રમાં આધેડે ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં ચારેય વ્યાજખોરો દ્વારા આધેડ પાસેથી વધુપૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ મામલેમોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.જેમાં જમીન મકાનની દલાલીનું કામ કરતાં ફરિયાદી મીઠાભાઇ ગોવીંદભાઇ સોનગ્રાએ આરોપી લાલાભાઇ ગોવીંદભાઇ રબારી, લખમણભાઇ મેપાભાઇ રબારી, રાજુભાઇ બોરીચા અને પબુભા દરબાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, તેમને અંગતઉપયોગ માટે રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી લાલાભાઇ ગોવિંદભાઈ રબારી પાસેથી કટકે કટકે રૂપિયા ૫૦ લાખ લીધેલા હતાઅને આરોપી લાલાભાઇ દરરોજના ૧ લાખના રૂપિયા ૫૦૦ એમ કુલ ૫૦ લાખના રૂપિયા ૨૫,૦૦૦નું વ્યાજ લેતા હતા. જે મીઠાભાઈચૂકવતા હતા.અને આજ દિન સુધીમાં મીઠાભાઈએ લાલાભાઇને રૂપિયા ૬૦ લાખ જેટલું વ્યાજ રોકડમાં ચૂકવી દીધું છે છતાં પણમીઠાભાઈ પાસે આરોપી લાલાભાઇ રૂપિયા ૫૦ લાખની પેનલ્ટી સહિતની રકમની અવારનવાર ઉઘરાણી કરે છે.


આરોપી લખમણભાઇ મેપાભાઇ રબારી પાસેથી મીઠાભાઈએ તેમના મિત્ર મારફત રૂપિયા ૧૦ લાખ વ્યાજે લીધા હતા. છતાં આરોપીલખમણભાઇએ રૂપિયા ૧૫ લાખનું લખાણ કરાવ્યું હતું અને મીઠાભાઈના રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક એકાઉન્ટના બે સહીવાળા કોરા ચેકબળજબરીપૂર્વક લીધેલા હતા. મીઠાભાઈ તેમને રોજના રૂપિયા ૧૨૦૦ વ્યાજ ચૂકવતા હતા. આજ દિન સુધીમાં તેમણે રૂપિયા ૬ લાખચૂકવી દીધા હતા છતાં પણ આરોપી લખમણભાઇ વ્યાજ અને પેનલ્ટી ગણીને મીઠાભાઇ પાસે રૂપિયા ૧૫ લાખની ફોન કરીને ઉઘરાણીકરતા હતા તથા લખમણભાઇ મીઠાભાઇના રહેણાંક મકાને પણ બે થી ત્રણ વાર આવ્યા હતા જ્યાં તેમના પરિવાર પાસે રૂપિયાનીઉઘરાણી કરી સમગ્ર પરિવારજનોને ગાળો બોલી અને કહ્યું હતું કે, મારા રૂપિયા નહીં આવે તો તમને બધાને જાનથી મારી નાખીશ તેવીધમકી આપી હતી.


પાર્ટનરમાં વ્યવસાય કરતાં આરોપી રાજુ બોરીચા તથા પબુભા દરબાર પાસે મીઠાભાઇએ કુલ ૧૯ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેબંનેને દર મહિને રૂપિયા ૨,૦૧,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. રાજુભાઈ બોરીચા તથા પબુભા દરબારે તેમની લાતી પ્લોટ મેઇન રોડ પરઆવેલી ઓફિસ ખાતે મીઠાભાઈને બોલાવીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે,તારા મકાનનું લખાણ કરાવવું પડશે તેમ કહીનેમીઠાભાઈને નકલંક હોસ્પિટલ પાસે નોટરીની ઓફિસે લઈ ગયા હતા અને ત્યાં તેમની પાસે મકાનનો લોટરી લખાણ કરાવેલું હતું તેમજમીઠાભાઈ પાસેથી રાજકોટ ડિસ્ટ્રીક બેંકના તથા બેન્ક ઓફ ઈન્ડિયાના એમ કુલ ૮ સહીવાળા ચેક ધમકીઓ આપીને લઈ લીધા હતા. આ ચારેય વ્યાજખોરો દ્વારા મીઠાભાઈને પરેશાન કરવામાં આવતા તેમણે કાયદાના દ્વાર ખખડાવ્યા હતા.
​​​​​​​
આ ફરિયાદના આધારે પોલીસે ઇ.પી.કો. કલમ-૩૮૪,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનોઅધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application