જૂનાગઢ પાસે પૂરમાં એમ્બ્યુલન્સને ધક્કા મારતા આધેડનું એસટી બસની હડફેટે મૃત્યુ

  • July 26, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં શનિવારે ધોધમાર વરસાદથી આવેલ પૂરમાં બંધ એમ્બ્યુલન્સની મદદ કરવા જીવના જોખમે મદદ કરતા આધેડ પર એસટી બસ ફરી વળતા ગંભીર ઇજાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું જેને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી ઘટનાને પગલે બસના ડ્રાઇવર અને કંડકટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
​​​​​​​
જૂનાગઢમાં શનિવારે ભારે વરસાદને પગલે પૂર્ણની સ્થિતિ સર્જાઈ હતી વાદળા ફાટક પાસે ભારે પાણી ભરાઈ જતા એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી જે એમ્બ્યુલન્સ ને ધક્કો મારવા લોકો મદદરૂપ થયા હતા તે દરમિયાન પૂર્વ વચ્ચે જીવના જોખમે રમેશ ચંદુભાઈ ચાવડા પર એસટી બસ ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું.
વિશ્વકર્મા નગરમાં રહેતા રમેશભાઈ મજૂરી કામ કરતા હતા પરિવારના મુખ્ય વ્યક્તિના નિધનથી પત્ની પુત્ર અને પુત્રીમાં ગમગીની છવાઈ છે તેમજ સમાજના આગેવાનો દ્વારા પરિવારજનોને વળતર આપવા માંગ કરી હતી.
પૂરના પાણી વખતે પાણીમાં ઊતરી એમ્બ્યુલન્સની મદદથી ગયેલા બચાવ કામગીરી કરતા આધેડ પર બસ ચડાવી દેવાની બેદરકારીને પગલે વલસાડ ડેપોની સોમનાથ વાપી રૂટની એસટી બસના ડ્રાઇવર કેપી ચાંડપા અને કંડકટર એસ બી રાઠવા ને વલસાડના વિભાગીય પરિવહન અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાનું એસ.ટી.ના વિભાગીય નિયામકે જણાવ્યું હતું તેમજ ડ્રાઇવર કંડક્ટરે વંથલી કંટ્રોલ પોઇન્ટ પર વાહન પણ નોંધાવ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application