કાલાવડ વિસ્તારમાં શારીરીક-માનસીક બિમાર યુવતી પર દુષ્કર્મ

  • September 04, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં શારીરીક અને માનસીક બિમાર યુવતિના ‚મમાં ઘુસીને એક શખ્સે શારીરીક અડપલા અને બળજબરીથી શરીર સબંધ બાંઘ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, કાલાવડના શખ્સ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે, પોલીસ દ્વારા આરોપીની શોધખોળ  આદરી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં એક ૩૦ વર્ષની યુવતી આશરે દસેક વર્ષથી શારીરીક અને માનસીક બિમાર હોવાથી પથારીવસ હોય અને તેણી ઘરે ‚મમાં સુતી હતી ત્યારે આરોપી રાજેશ ગેરકાયદે રીતે ઘરમાં ઘુસી ગયો હતો અને ‚મમાં જઇને યુવતિ સુતી હોય ત્યારે જબરજસ્તીથી તેણી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું.
દરમ્યાન ભોગ બનનારે આ અંગે પરિવારમાં વાત કરતા મામલો પોલીસમાં લઇ જવાયો હતો અને ભોગ બનનારના વાલી દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કાલાવડમાં રહેતા રાજેશ વલ્લભ રાઠોડ નામના નરાધમ સામે આઇપીસી કલમ ૩૭૬(૨)(એલ), ૪૫૦ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ પટેલ ચલાવી રહયા છે. બનાવ સામે આવતા નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે અને આરોપીને પકડી કડક સજાની માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application