મહાપાલિકાના વિવિધ સ્પોટર્સ સંકુલોમાં કાલથી મેમ્બરશિપ રજિસ્ટ્રેશન

  • September 28, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વિવિધ સ્પોટર્સ સંકુલોમાં કાલથી મેમ્બરશીપ રજિસ્ટ્રેશન શરૂ થશે.વધુમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એકટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારિયા રોડ, મહર્ષિ દયાનદં સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, સ્વામી વિવેકાનદં સ્નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શ કરવામાં આવનાર છે. સ્નાનાગારો ખાતે ત્રિમાસિક મેમ્બરશિપનું રજિસ્ટ્રેશન તા.૩૦–૯–૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૧૧ કલાકથી જયારે અન્ય રમતગમત સુવિધાઓ ખાતે માસિક, ત્રીમાસિક અને છ માસિક મેમ્બરશીપ માટે રજિસ્ટ્રેશન તા.૨૯–૯–૨૦૨૩, શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકથી શ થશે. તમામ રમતગમત સુવિધાઓ ખાતે મેમ્બરશિપ રજિસ્ટ્રેશન .ળિભ.લજ્ઞદ.શક્ષના માધ્યમથી, રાજકોટ મહાપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application