બિગ બોસ 16માં ફરહા ખાનની એન્ટ્રીથી લાગણીસભર દૃશ્યો સર્જાશે

  • January 10, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ભાઇ સાજિદને સપોર્ટ કરવા શોમાં પહોંચી
  • ભાઈ-બહેન વચ્ચેની આ મુલાકાતની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી



સલમાન ખાનનો શો બિગ બોસ 16 હવે પૂર્ણાહૂતિ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ઓમ શાંતિ ઓમની ડિરેક્ટર ફરહા ખાનની શોમાં એન્ટ્રીથી લાગણીસભર ક્ષણો જોવા મળીશે તાજેતરના એપિસોડમાં કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાન શોમાં પ્રવેશી હતી અને પોતાના ભાઈ સાજિદ ખાનને મળીને રડી પડી હતી. પરિવાર વચ્ચેના આ મિલનથી ઘરના સભ્યોની આંસુ આવી ગયા હતા.

એપિસોડના પ્રોમો વિડીયોમાં દિગ્દર્શક ફરાહ ખાન ભાઈ સાજિદ ખાનને મળવા અને સપોર્ટ આપવા માટે બિગ બોસના ઘરે ગઈ હોવાનું જોવા મળે છે. ઓનલાઇન શેર કરવામાં આવેલા વિડીયોમાં ફરાહ ટાસ્કના ભાગરૂપે સ્ટેચ્યુ મોડમાં રહેલા સાજિદને ગળે લગાવતી જોવા મળે છે. ફરાહ તેને કહે છે કે તેને સાજીદની ખોટ સાલે છે, મમ્મીને તેના પર ગર્વ છે અને ઉમેરે છે કે તેણે તેને રૂબરૂમાં જોયાને ત્રણ મહિના થયા છે.

ઉપરાંત ફરાહ ખાન શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અબ્દુ રોજિકને પણ મળે છે. તેમને ગળે લગાવતા તેણે કહ્યું કે, આ શોમાં પહેલા તેનો માત્ર એક જ ભાઈ હતો, પરંતુ હવે તેને વધુ ત્રણ ભાઈઓ મળ્યા છે. આ મંડળી મળવા બદલ તે સાજિદને ભાગ્યશાળી હોવાનું પણ માને છે.

અન્ય એક વિડીયોમાં ફરાહ ખાન પ્રિયંકા ચહરને પણ ગળે લગાવતી જોવા મળી રહી છે અને તેને બિગ બોસ હાઉસની દીપિકા પાદુકોણ કહેતી હોવાનું પણ જોવા મળે છે. ભાઈ-બહેન વચ્ચેની આ મુલાકાતની ઝલક  ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, ઘરમાં સાજીદને મળવા ફરાહ ખાન આવી.

થોડા દિવસો પહેલા સાજિદ ખાન અને શિવ ઠાકરે બિગ બોસ અર્ચના ગૌતમ પ્રત્યે પક્ષપાતી હોવાની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. તેમના મત મુજબ અર્ચનાએ ઘરમાં દરેક સાથે ઝઘડા કર્યા છે. શિવ પર શારીરિક હુમલો કરવા બદલ તેને હાંકી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ફરી તેની એન્ટ્રી થઈ હતી. એમ.સી. સ્ટેન સાથેના તેના મોટા ઝઘડા બાદ બંને અર્ચનાના વર્તન અંગે ચર્ચા કરતા જોવા મળે છે.

સાજિદ ખાન એમસી સ્ટેનને અર્ચના અને તે બંને ખોટા હોવાનું કહે છે. બીજી તરફ એમસી સ્ટેનની દલીલ કરે છે કે બિગ બોસ અર્ચનાના પક્ષમાં છે. સાજિદ આ બાબતે સંમત થાય છે. શિવ પણ અર્ચનાની ભૂલોની અવગણવા કરવામાં આવતી હોવાનું કહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application