કૌન બનેગા મેયર? પોલિટિકલ કાઉન્ટ ડાઉન શરૂ

  • August 25, 2023 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત આગામી તા.૧૨–૯–૨૦૨૩ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજકોટ શહેરના ૨૩માં મેયરની નિયુકિત માટે પોલિટિકલ કાઉન્ટ ડાઉન શ થઇ ગયું છે, આજથી હવે બરાબર ૧૮ દિવસ બાકી રહ્યા છે ત્યારે મેયર પદ માટે અડધો ડઝન જેટલા નામો ચર્ચામાં આવ્યા છે, અલબત્ત હજુ પક્ષીય ધોરણે આ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું નથી પરંતુ આગામી દિવસોમાં નામોની પેનલ મંગાવવામાં આવશે. હાલ તો રોટેશન અનુસાર એટલું નક્કી છે કે રાજકોટના આગામી મેયર મહિલા હશે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ હાલમાં મેયર પદ માટે અડધો ડઝન નામો ચર્ચાઇ રહ્યા છે જેમાં વોર્ડ નં.૧૦ના કોર્પેારેટર અને લેઉવા પાટીદાર સમાજ–ખોડલધામના સેવક યોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં.૮ના કોર્પેારેટર અને રાજકોટના જાણીતા તબીબ ડો.દર્શનાબેન અતુલભાઇ પંડા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નયનાબેન પેઢડિયા, વોર્ડ નં.૧૮ના કોર્પેારેટર ભારતીબેન શૈલેષભાઇ પરસાણા, વોર્ડ નં.૧૪ના કોર્પેારેટર અને સોની સમાજના અગ્રણી વર્ષાબેન રાણપરા, વોર્ડ નં.૮ના કોર્પેારેટર અને જૈન સમાજના અગ્રણી સીએસ પ્રીતિબેન દોશી સહિતના નામો ચર્ચામાં છે. અલબત્ત ઉપરોકત મુજબ ચર્ચાતા અડધો ડઝન નામોમાંથી જ પસંદગી થશે કે ભાજપ સરપ્રાઇઝ આપશે ? તે બાબત પણ ટોક ઓફ ધ ટાઉન છે. વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવામાં આજથી હવે ફકત ૧૮ દિવસ બાકી રહેતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application