છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાજયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૫ ડિગ્રી આસપાસ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રી નીચે રહ્યો હતો પરંતુ ગુવારે એકાએક ગરમીનું પ્રમાણ જોરદાર રીતે વધી ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાને જાણે હાઈજપં માર્યેા હોય તેમ એક સાથે પાંચ થી છ ડિગ્રી તાપમાન ઐંચકાયું છે.
બુધવાર સુધી વેરાવળમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે હતું પરંતુ ગઈકાલે તે ૩૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું છે અને તે સમગ્ર રાયમાં સૌથી ઐંચું છે. આવી જ રીતે ભુજમાં ૩૫.૪ નલિયામાં ૩૪.૧ ભાવનગરમાં ૩૨.૬ દ્રારકામાં ૩૩.૮ પોરબંદરમાં ૩૪.૬ દિવ માં ૩૨.૫ મહત્પવામાં ૩૪.૮ સુરતમાં ૩૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છમાં અત્યારે જે મુજબનું મહત્તમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં સામાન્યથી ૬.૨ ડિગ્રી જેટલું ઐંચું તાપમાન છે. ભુજમાં લઘુતમ તાપમાન ૩૫.૪ ડીગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં પાંચ પાંચ ડિગ્રી વધુ છે. દ્રારકામાં ૩૩.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું તે ટીન કરતાં ૬.૨ ડિગ્રી વધુ છે. આવી રીતે નલિયામાં ૪.૬ ડિગ્રી વધુ તાપમાન સાથે ૩૪.૧ ડિગ્રી મહત્તમ ટેમ્પરેચર નોંધાયું છે. પોરબંદરમાં ૩૪.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે તે સરેરાશ કરતા ૩.૯ ડિગ્રી વધુ છે. વેરાવળમાં ૫.૮ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. દીવમાં ૩૨.૫ સુરેન્દ્રનગરમાં ૩૪.૧ મહત્પવામાં ૩૪.૮ અને કેશોદમાં ૩૩.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
રાજકોટ દરિયાકાંઠે નથી, પરંતુ ગરમીના મામલે તે આગળ હોય છે. રાજકોટમાં ગઈકાલે ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે અત્યારે હોવું જોઈએ તેના કરતાં ૪.૨ ડિગ્રી વધુ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં પરંતુ સોમવારથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ભુજમાં ૧૭.૮ નલિયામાં ૧૧.૮ ભાવનગરમાં ૧૭.૪ દ્રારકામાં ૧૯.૯ ઓખામાં ૨૧.૪ પોરબંદરમાં ૧૫.૬ રાજકોટમાં ૧૫.૭ વેરાવળમાં ૧૯.૩ ડીસામાં ૧૪.૮ અમદાવાદમાં ૧૫.૮ ગાંધીનગરમાં ૧૩.૪ વડોદરામાં ૧૬ અને સુરતમાં ૧૯.૬ ડિગ્રી નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech