માત્ર ૨ રૂપિયામાં મસાલા ઢોસો અને સાથે કોફી પણ??? ક્યારે? કેવી રીતે?

  • April 06, 2023 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂના જમાનામાં જ્યારે વસ્તુઓની કિંમત ઓછી હતી ત્યારે લોકોની કમાણી પણ ઓછી હતી. જો કે આજે જ્યારે વર્તમાન વસ્તુઓ સાથે તેની સરખામણી કરવામાં આવે છે ત્યારે મોંઘવારી પણ ચર્ચાનો વિષય છે. એક જૂનું બિલ સામે આવ્યું છે જેમાં મસાલા ઢોસાની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બિલ 1971નું છે અને બિલમાં મસાલા ઢોસો અને કોફી મગાવેલી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

એક યુઝરે બીલને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. મોતી મહેલ નામની આ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસાનું બિલ દેખાય છે. તેના પર 28 જૂન 1971ની તારીખ પણ લખેલી છે. જે સાબિત કરે છે કે આ બિલ લગભગ 52 વર્ષ જૂનું છે.



આ બિલમાં મસાલા ઢોસાની કિંમત એક રૂપિયો દર્શાવવામાં આવી છે અને તેનાથી નીચે એક કપ કોફીની કિંમત પણ માત્ર એક રૂપિયા દર્શાવવામાં આવી છે. આ બંનેના સરવાળા સાથે 16 પૈસાનો સર્વિસ ટેક્સ પણ લગાવવામાં આવ્યો છે અને આ સંપૂર્ણ કિંમત બે રૂપિયા 16 પૈસા નોંધવામાં આવી છે. એ જમાનામાં સર્વિસ ટેક્સની રેન્જ પણ વ્યાજબી હતી પરંતુ મસાલા ઢોસાની કિંમત ચોક્કસપણે ઓછી છે.

સોશિયલ મીડિયા પર આ સ્લિપ સામે આવતા જ લોકો આજના મસાલા ઢોસાના ભાવની તુલના તે સમયના મસાલા ઢોસા સાથે કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું છે કે કિંમત જોઈને તેના મોંમાં પાણી આવી જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application