ગોંડલમાં રહેતી એક સંતાનની માતાને એક સંતાનના પિતા એવા ઢોસાની લારી ધરવાનાર શખસ સાથે પ્રેમપાંગર્યેા હતો.બાદમાં આ શખસે લગ્ન કરવાનો વાયદો કર્યેા હતો.જેથી બંને સમજૂતી કરાર કરી સાથે રહેતા હતાં.ત્યાર બાદ આરોપીએ વારંવાર શરીર સંબધં બાંધ્યા હતાં.બાદમાં પરિણીતાએ લગ્ન નું કહેતા આરોપીએ ઇનકાર કરી દીધો હતો.જેથી પરિણીતાએ આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગોંડલમાં મહાકાળી નગર–૫ માં રહેતા રવી હસમુખભાઇ ધોળકીયા(ઉ.વ ૩૦) નુ નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને લગ્ન જીવન થકી સંતાનમાં એક પુત્ર છે.જયારે આરોપી રવી પણ એક સંતાનનો પિતા છે.આરોપી રવિને અહીં ગોંડલમાં કોલેજ ચોક પાસે ઢોસાની લારી હોય જેથી ફરિયાદી અહીં પતિ સાથે જતા બંને વચ્ચે એક વર્ષ પહેલા પરીચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી.બંને વાતચીત કરવા લાગતા આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો.
આરોપી રવિની પત્ની હાલ રિસામણે હોય જેથી તેણે પરિણીતાને લ કરી લેવાની લાલચ આપી તેમજ તેના સંતાનની સાર સંભાળ કરવાની ખાતરી આપી હતી.જેથી પરિણીતા ગત તા. ૧૯૯ ના રોજ આરોપ રવિ સાથે લગ્ન કરવાની તેમજ તેના દીકરાની સાર સાંભાળ રાખવા તથા ભરણ પોષણ કરવા અંગેનો સમજૂતી કરાર કરી તેની સાથે રહેવા ગઇ હતી.પરિણીતા સાથે રહેતી હોય તે દરમિયાન આરોપીએ વારંવાર તેની સાથે શરીર સંબધં બાંધ્યો હતો.પરિણીતા લનું કહેતા તે વાત ટાળી દેતો હતો.બાદમાં પરિણીતાએ આ બાબતે દબાણ કરતા આરોપીએ લ કરવાની સ્પષ્ટ્ર ના કહી દીધી હતી.એટલું જ નહીં પરિણીતા અને તેના સંતાનને ઘરની બહાર કાઢી મૂકયા હતાં.જેથી પરિણીતાએ આ અંગે આરોપી રવિ સામે લની લાલચ આપી વારંવાર શરીર સંબધં બાંધ્યા બાદ તરછોડી દીધા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એમ.ઝાલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી આરોપી રવિ ધોળકીયાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech