ભાયાવદરમાં પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા ઉપર વારંવાર દુષ્કર્મ

  • January 07, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાયાવદરમાં રહેતી પરિણીતાએ આ જ ગામમાં રહેતો શખસે તેના માસુમ પુત્રને મારી નાખવાની ધમકી આપી તેની પર અવારનવાર દુષ્કર્મ આચયુ હતું. જે મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મની આ ઘટનામાં ભાયાવદર પોલીસ સ્ટેશનના ભેદી વલણ સામે ભારે શંકા જાગી છે. આરોપીનું નામ ભાયાવદર પોલીસ દ્રારા કોઈ અકળ કારણસર છુપાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્રારા એવો વિચિત્ર જવાબ આપવામાં આવ્યો હતો કે, આરોપીની ધરપકડ થયા બાદ તેનું નામ જાહેર કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદરમાં રહેતી પરિણીતાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૪૩૨૦૨૪ ના રોજ આરોપી જે ભાયાવદરમાં જ રહેતો હોય તે તેના ઘરે આવ્યો હતો અને પરિણીતાને તેના માસુમ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ શખસે પરિણીતા પર બળજબરી કરી દુષ્કર્મમાં આચયુ હતું. આ અંગે જે તે સમયે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ હાલ તેણે આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં ભાયાવદર પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મીઓના માહિતી આપવાને લઈ વલણ સામે ભારે શંકા ઉપજી રહી છે. પીએસઆઇથી માંડી પીએસઓએ દુષ્કર્માના આ પ્રકરણમાં આરોપીનું નામ આપવાનો આડકતરી રીતે ઇનકાર કર્યેા હતો. પીએસઓને આ બાબતે સંપર્ક કરતા તેણે એવો વિચિત્ર જવાબ આપ્યો હતો કે આરોપીની ધરપકડ થયા બાદ જ તેનું નામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે કોઈપણ ફરિયાદમાં ફરિયાદી દ્રારા ફરિયાદ દાખલ કરાવતાની સાથે જ આરોપીના નામ જાહેર કરવામાં આવતાં હોય છે. પરંતુ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં કોઈ અલગ પ્રકારની પદ્ધતિ ચાલતી હોય તેવું જણાઈ રહ્યું છે. દુષ્કર્મ જેવા બનાવવામાં ભોગ બનનારની ઓળખ જાહેર ન થાય તે માટેના નિયમો ચોક્કસપણે છે. પરંતુ આરોપીની ઓળખ જાહેર ન કરી પોલીસ કઈ દિશામાં તપાસ કરવા માંગે છે તે સવાલ ઉઠવા પામ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application