શહેરના પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતી પરિણીતા ઘરમાં પહેલા માળે ગેલેરી પાસે ઉભી હતી ત્યારે અકસ્માતે પટકાતા તેને ગંભીર ઇજા થવાથી બેભાન મોત થયું હતું.બનાવને લઇ પટેલ પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.પરિણીતાએ પગમાં મોજા પહેર્યા હોવાથી તે નીચે પટકાઇ હોવાનું અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે.આ અંગે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
જાણવા મતતી વિગતો મુજબ,પેડેક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતી ઋત્વીબેન આશિષભાઇ ઢોલરીયા(ઉ.વ ૨૬) નામની પરિણીતા ગઇકાલે સાંજે મકાનમાં પ્રથમ માળે આવેલી ગેલેરીમાં તે તથા તેમના સાસુ સાથે ઉભા હતાં.સાસુ કામ સબબ મકાનમાં ગયા બાદ પરત અહીં ગેલેરીમાં આવતા પુત્રવધુ નીચે પડી ગઇ હોવાનું માલુમ પડયું હતું. બાદમાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સરકારી લાવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી.બનવાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ગાધે તથા સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,ઋત્વીબેન નામની આ પરિણીતાનો લગાળો બે વર્ષનો હતો તેને કોઇ સંતાન નથી. પરિણીતાનું માવતર માધાપર ચોકડી પાસે છે તેના પિતાનું નામ રાજેશભાઇ મોલીયા હોવાનું અને તે એક ભાઇ એક બહેનના પરિવારમાં મોટી હતી.પરિણીતા ગેલેરીમાં ઉભી હતી. ત્યારે તેણે પગમાં મોજા પહેર્યા હોય સંતુલન ગુમાવતા કાચની ગ્રીલમાંથી નીચે પટકાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech