કાતિલ ઠંડી પછી ગઈકાલથી રાયભરમાં લઘુતમ તાપમાનનો પારો એકાએક પાંચથી છ ડિગ્રી સુધી ઉચકાતા ઠંડી ગાયબ થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાશે અને ત્યાર પછી ઠંડીમાં થોડો વધારો થશે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ અને સાયકલોનિક સકર્યુલેશન જેવી સિસ્ટમના કારણે પૂર્વ, પૂર્વેાત્તર અને દક્ષિણના રાયોમાં આજથી માવઠાના વરસાદનું દે ધનાધન શ થઈ ગયું છે.
ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાનમાં એક ધડાકે છ ડિગ્રીનો વધારો થયા પછી આજે ફરી તેમાં બે ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટમાં ગઈકાલે ૧૪.૭ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
ગિરનાર પર્વત ઉપર પણ આજે લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢ શહેરમાં ૧૬.૮ અને ભવનાથ તળેટીમાં ૧૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૭૭% રહ્યું છે.
ડીસામાં ત્રણ ડિગ્રીનો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે. ગઈકાલે ૧૨.૪ અને આજે ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન ડીસામાં નોંધાયું છે.
પોરબંદરમાં ગઈકાલે અને આજે એક સમાન ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં એક ડિગ્રીના વધારા સાથે આજે ૧૯.૫ ઓખામાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૮.૭ ભાવનગરમાં અને દ્રારકામાં સામાન્ય ફેરફાર સાથે આજે અનુક્રમે ૧૫.૫ અને ૧૭.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમરેલીમાં ગઈકાલની સરખામણીએ આજે એક ડિગ્રી તાપમાન વધ્યું છે અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં આજે ૧૬.૬ વડોદરામાં પાંચ ડિગ્રીના વધારા સાથે આજે ૧૭.૬ સુરતમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
મહત્તમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં ગઈ કાલે ૩૨.૪ રાજકોટમાં ૩૧.૨ વડોદરામાં ૩૦.૮ અને અમરેલીમાં ૩૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગપે આજથી જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં ભારે હિમવર્ષા શ થઈ છે. ગાજવીજ સાથે વરસાદ પણ પડી રહ્યો છે. જમ્મુ કશ્મીર અને લદ્દાખ ઉપરાંત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખડં પંજાબ હરિયાણામાં પણ આજે અને આવતીકાલે બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે નોર્થ વેસ્ટના અન્ય રાયોમાં પણ માવઠાની શકયતા છે.
બંગાળની ખાડીમાં સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે અને તેના કારણે આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરલા અને પૂર્વેાત્તરના રાયોમાં અણાચલ આસામ મેઘાલયમાં વરસાદ શ થઈ ગયો છે. બદલાયેલા આ વાતાવરણની અસરના કારણે ઠંડીનું જોર ઓછું થયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટના રાયોમાં આગામી ત્રણ દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રીનો વધારો લઘુતમ અને મહત્તમ તાપમાનમાં થશે. ઈસ્ટના રાયોમાં ખાસ ફેરફાર નથી પરંતુ મધ્ય ભારતમાં પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધશે. ગુજરાત અને મહારાષ્ટ્ર્રમાં આજે અને કાલે બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે અને ત્યાર પછી બે થી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅદાણીની કંપનીએ ૧૭.૫૪ કરોડ શેર વેચી રૂા.૪૮૫૦ કરોડની કમાણી કરી
January 11, 2025 02:21 PMઈલોન મસ્ક પાગલ થઈ રહ્યા છે: ટેસ્લાના માલિકનું જીવનચરિત્ર લખનાર લેખકનો દાવો
January 11, 2025 02:19 PMગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો; હાલત ગંભીર, ચાહકોમાં ચિંતા
January 11, 2025 12:45 PMજામનગર સર્કિટ હાઉસ ખાતે રાજયપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
January 11, 2025 12:24 PMછત્તીસગઢમાં નક્સલીઓનો આઇઇડી બ્લાસ્ટ, સીઆરપીએફનો એક જવાન ઘાયલ, જાણો કેવી રીતે વિસ્ફોટ થયો
January 11, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech