કરું કાઢતા ઊંટ પેસી જાય તે ઉક્તિ કોરોના સમયે કોવિશિલ્ડ રસી લેનારા પૈકી અમુકની હોવાનો સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. કોવિશિલ્ડ રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ રસીની આડ અસર હોવાનો સ્વીકાર કર્યો છે.એસ્ટ્રાઝેનેકા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં, કંપ્નીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે, પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોના રોગચાળા દરમિયાન, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવીડ વેક્સીન કોવિશિલ્ડ અને વેક્સ્જાવેરિયા સહિત ઘણા નામોથી વિશ્વભરમાં વેચવામાં આવી હતી. હાલમાં, એસ્ટ્રાઝેનેકા સામે આ રસીથી થતા મૃત્યુ સહિત અનેક ગંભીર રોગો અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપ્ની પર આરોપ છે કે તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી વિકસિત કરેલી વેક્સિનમાં ઘણી આડઅસર છે.
ગંભીર બીમારીનો કેસ
ઉલ્લેખનીય છે કે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા રસીની આડઅસરને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. કંપ્નીની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રસીકરણના સંભવિત જોખમને સ્પષ્ટ કરે છે. જેમી સ્કોટે આ કેસ દાખલ કર્યો હતો. તેણે એપ્રિલ 2021 માં એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ લીધો હતો, ત્યારબાદ તે કાયમી મગજની ઈજાથી પીડાઈ રહ્યો છે.
આવી આડઅસર થાય છે
નોંધનીય છે કે જેમી સ્કોટ સહિતના અન્ય દર્દીઓના કેસોમાં થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. યુકે હાઈકોર્ટમાં એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા રજૂ કરાયેલા કાયદાકીય દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ રસીથી ટીટીએસ જેવી આડઅસર થઈ શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે.
જો કંપની કબૂલાત કરે તો શું?
લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ એસ્ટ્રાઝેનેકા કંપનીએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે. હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે? જો કંપની કબૂલ કરે છે કે રસીના કારણે અમુક કેસમાં ગંભીર બીમારી અથવા મૃત્યુ થઈ શકે છે, તો તેને ભારે વળતર ચૂકવવું પડી શકે છે. મહત્વની વાત એ છે કે એસ્ટ્રાઝેનેકાણી કબુલાત છતાં, કંપની રસીમાં કોઈપણ ખામી અથવા તેની વ્યાપક આડઅસરોના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે.
આ રસી હવે યુકેમાં ઉપયોગમાં લેવાતી નથી
તે નોંધવું યોગ્ય છે કે સલામતી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી હવે યુકેમાં ઉપયોગમાં લેવાતી નથી. જો કે, ઘણા સ્વતંત્ર અભ્યાસોમાં, આ રસી રોગચાળા સાથે વ્યવહાર કરવામાં ખૂબ અસરકારક હોવાનું દશર્વિવામાં આવ્યું હતું. તે જ સમયે, આડઅસરોના કેસોને કારણે, આ રસી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ: ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ
November 14, 2024 12:21 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ રૂપિયા ઓછા ભાવે મગફળીના સોદા
November 14, 2024 12:12 PMખ્યાતિ હોસ્પિટલમાં ભાજપના નેતાની ભાગીદારી?
November 14, 2024 12:11 PMરાજકોટમાં વાહન ટો કરતા માતા–પુત્રીએ મહિલા એએસઆઇને પછાડી દઇ ઢીકાપાટુનો માર માર્યેા
November 14, 2024 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech