અનેક ગ્લેમરસ સ્ટાર્સનો ગંભીર બીમારી સામે સંઘર્ષ

  • December 04, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીના આ બોલિવૂડ સ્ટાર્સને ગંભીર બીમારી ભોગવી રહ્યા છે અને તેની સામે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની એક્ટિંગથી સારી ફેન ફોલોઈંગ બનાવી છે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્લેમરની આ ચમક પાછળ તેના જીવનમાં કેટલી સમસ્યાઓ છુપાયેલી છે. કેટલાક બોલિવુડ સ્ટાર વિચિત્ર બીમારીઓથી પીડિત છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર્સ સામેલ છે. જો કે ક્યારેય તેમને પોતાની યાતનાના ગાણા નથી ગાયા.

મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થાન બનાવે છે. પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા ઉત્સાહમાં જ રહે છે પરંતુ તેમેણ પોતાની પણ અમુક પીડા હોય જ છે.બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે. જે લાંબા સમયથી અનેક બીમારીઓનો શિકાર છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે.

અજય દેવગન પોતાની ફિલ્મમાં જેટલો દમદાર એક્ટિગ કરે છે.રિયલ લાઈફમાં તે એટલો જ દુખી છે. તેને બોર્ડરલાઈન OCDની સમસ્યા પણ છે. કાજોલે એક જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સોનમ કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેને ડાયાબિટીસ છે. આ બીમારી તેને નાની ઉંમરથી જ છે. પરંતુ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે. અભિનેત્રી લાંબા સમયથી યોગ અને મેડિટેશન પર ધ્યાન આપે છે.

સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે.  વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application