રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મળેલી પાર્ટી સંકલન અને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવેથી મહાપાલિકા કોઈપણ મિલકત કે સંકૂલનું સંચાલન અન્ય કોઈપણ સંસ્થાને સોંપે ત્યારે તેમાં પોતાના પ્રતિનિધિ નિયુક્ત કરશે. ફકત જે-તે સંસ્થાને હવાલે સમગ્ર કામગીરી સોંપવામાં નહીં આવે. એક વખત મિલકત કે સંકૂલનું સંચાલન સોંપ્યા બાદ જે-તે સ્વૈચ્છીક સંસ્થા ધીમે ધીમે તેના પર કબજો જમાવતી જાય છે અને ત્યારબાદ સંચાલનમાં તે સંસ્થાનો જ મુખ્ય રોલ આવી જાય છે. અમુક સંકૂલોમાં તો એવી સ્થિતિ સર્જાય છે કે તે સંકૂલ મહાપાલિકાનું છે તે પણ લોકો ભુલી ગયા છે. જે-તે સંસ્થાના નામે તે સંકૂલ ઓળખાય છે અને તે સંકૂલના કર્મચારીઓ પણ સંચાલક સંસ્થાના હોય છે. પરંતુ આગામી દિવસોમાં આવું ન બને તે માટે આજે મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણય કરાયો હતો તે સાથે જ સંચાલન સોંપવા માટે આવેલી એક દરખાસ્ત પણ પેન્ડીંગ રાખી દેવામાં આવી હતી.
વિશેષમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે આજે મ્યુનિસિપલ પ્લેનેટોરીયમ સંકૂલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટને વિશેષ ત્રણ વર્ષ માટે સોંપવા દરખાસ્ત આવી હતી જે પેન્ડીંગ રાખવામાં આવી હતી અને આ માટે અભ્યાસ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ બે કોર્પોરેટર કેતન પટેલ અને અશ્ર્વિન પાંભર આ દરખાસ્ત અંગેની જરી તપાસ કરી અભ્યાસ રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ કાર્યવાહી આગળ ધપશે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે છેલ્લ ા ઘણા સમયથી ઉપરોકત કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ હસ્તક છે ત્યારે એકાએક આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
ચેરમેને ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં રામનાથ પરા સહિતના તમામ સ્મશાન ગૃહ, ઈન્ડોર સ્ટેડિયમ, કોમ્યુનિટી હોલ સહિત જે-જે સંકૂલોનું સંચાલન સ્વૈચ્છીક સંસ્થાને સોંપવામાં આવ્યું છે તેમાં સંચાલક સમિતિમાં એક કોર્પોરેટર અને શહેરના જાહેર જીવનના કોઈપણ એક અગ્રણીની નિમણૂંક કરવામાં આવશે. ફકત સંચાલક સંસ્થા હસ્તક સંકૂલનો વહિવટ રહેશે નહીં.
સ્ટેન્ડિંગમાં 191 કરોડના વિકાસ કામો મંજૂર અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન જયમિન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ પિયા 191 કરોડના વિકાસકામો મંજુર કરાયા હતાં. ભાજપ પાર્ટી સંકલન અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના પ્રારંભ પૂર્વે અગ્નિકાંડના મૃતકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં કુલ 68 દરખાસ્તો રજૂ કરાઇ હતી તેમાંથી 65 દરખાસ્તો મંજૂર કરાઇ હતી અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
મંજૂર થયેલા કામોમાં વોર્ડ નં.9માં સાધુ વાસવાણીરોડથી ગંગોત્રી પાર્ક મેઈન રોડ સુધીના વિસ્તારમાં નવી ડીઆઈ પાઈપલાઈન નાખવા ા.15.81 કરોડ, વોર્ડ નં.11માં જેટકો ચોકડીને લાગુ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક બનાવવા ા.15.51 કરોડ તેમજ વોર્ડ નંં.18માં કોઠારિયા સહિતના વિસ્તારોમાં કુલ ા.15 કરોડના ખર્ચે ડામર કામ કરવા સહિતની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech