શહેરમાં માંડવી ટાવર રેસ્ટોરેશન એન્ડ ક્ધર્ઝવેશન પ્રોજેકટને કાલે મળશે સૈઘ્ધાંતિક મંજુરી

  • September 21, 2023 01:40 PM 

મ્યુ.કમિશ્નરની દરખાસ્ત કમિટીમાં આવશે: આ પ્રોજેકટ માટે ા.1.25 કરોડનો ખર્ચ થવાનો અંદાજ: માંડવી ટાવરને નવા વાઘા પહેરાવવા તંત્રવાહકોની તૈયારી

જામનગર શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, શહેરમાં માંડવી ટાવર અને પંચેશ્ર્વર ટાવર બે મહત્વના ટાવર ગણી શકાય ત્યારે કાલે મળનારી સ્ટે.કમિટીની મહત્વની બેઠકમાં ા.1.25 કરોડના ખર્ચે માંડવી ટાવરને નવા વાઘા પહેરાવવાની દરખાસ્ત આવશે જેને સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવશે. આમ ઐતિહાસિક ઇમારતો જાળવવા માટે કોર્પોરેશને એક વધુ પહેલ કરી છે.


માંડવી ટાવર એક રક્ષીત સ્મારક ગણી શકાય, લાખોટો કોઠો, ભુજીયો કોઠો, ખંભાળીયા દરવાજા, દિગ્જામ આરસો, પંચેશ્ર્વર ટાવર, ત્રણ દરવાજા, એક દાંડીયો મહેલ, દરબારગઢ, પ્રતાપવિલાસ પેલેસ અને સોલેરીયમ જામનગરમાં આવેલા છે, કોર્પોરેશન દ્વારા પંચેશ્ર્વર ટાવર, દિગ્જામ આરસો, લાખોટા કોઠા અને ખંભાળીયા દરવાજાના કામો પુરા કરી દેવામાં આવ્યા છે, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન કામ પુ થવાની તૈયારીમાં છે.


માંડવી ટાવરનું સ્ટ્રકચર ખુબ જ જુનું છે ત્યારે જો તેનું રેસ્ટોરેશન નહીં કરાય તો આ ઇમારત પડી જશે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પણ માંડવી ટાવરનું રેસ્ટોરેશન કરવા માટે રજૂઆત કરી છે અને આ માટે સહજ ક્રિએશન ક્ધસલટન્ટ માટે ડીટેઇલ પ્રોજેકટ તૈ્યાર કરવામાં આવી રહ્યો છે, આ સમગ્ર પ્રોજેકટ માટે ા.1.25 કરોડની ગ્રાન્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને દરખાસ્ત કરવામાં આવી છે.


જામનગરનો ઐતિહાસિક વારસો જાળવવામાં આવે તે માટે કોર્પોરેશન દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવે છે, ડીએમસી ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાનીની ટીમ કાર્યરત છે ત્યારે આગામી દિવસોમાં માંડવી ટાવરને પણ નવા વાઘા પહેરાવવામાં આવશે તેમ જાણવા મળે છે અને આ અંગેની દરખાસ્ત શુક્રવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application