બકિંગહામ પેલેસ પાસે રોયલ મ્યૂજની દિવાલ પર ચઢી રહ્યો હતો એક વ્યક્તિ, પોલીસે કરી ધરપકડ

  • September 16, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે શનિવારે સવારે લંડનમાં બકિંગહામ પેલેસને અડીને આવેલા રોયલ મ્યૂજ પર ચડતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. 25 વર્ષીય વ્યક્તિને રોયલ મ્યુજની બહાર અટકાયતમાં લેવામાં આવ્યો હતો કારણ કે તેણે દિવાલ પર ચઢીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા પણ બકિંગહામ પેલેસ સહિતના શાહી પરિસરમાં ઘૂસણખોરીની ઘટનાઓ બની છે.


પોલીસે શનિવારે સવારે લંડનમાં બકિંગહામ પેલેસને અડીને આવેલા રોયલ મેવ્સ પર ચડતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ માહિતી આપી છે.


પોલીસે કરી અટકાયત

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 1.25 વાગ્યે, 25 વર્ષીય એક વ્યક્તિ દિવાલ પર ચઢીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારબાદ તેને રોયલ મ્યુઝની બહાર કસ્ટડીમાં લેવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિની પોલીસ એક્ટ હેઠળ ગંભીર સંગઠિત અપરાધ અને પેશકદમી માટે ધરપકડ કરવામાં આવી છે.


રોયલ મ્યુઝ શું છે?

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે બકિંગહામ પેલેસ ખાતે રોયલ મેવ્સ કિંગ ચાર્લ્સ III અને શાહી પરિવારના અન્ય સભ્યો માટે ઘોડા અને ગાડીથી લઈને આધુનિક કાર સુધીની તમામ માર્ગ મુસાફરીની વ્યવસ્થાઓનું આયોજન કરે છે.


બકિંગહામ પેલેસમાં અગાઉ પણ ઘૂસણખોરીની બની છે ઘટના

આ પહેલા પણ બકિંગહામ પેલેસ સહિતના શાહી પરિસરમાં ઘૂસણખોરી થઈ ચૂકી છે. સૌથી પ્રખ્યાત સુરક્ષા ચૂક વર્ષ 1982 માં થયો હતો. તે સમયે માઈકલ ફેગન નામનો વ્યક્તિ રાણી એલિઝાબેથ દ્વિતીયના બેડરૂમમાં પ્રવેશવામાં સફળ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application