ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલીતાણા ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન પાલીતાણા ભૈરવનાથ ચોકમાં આવતાં બાતમી મળેલ કે, પાલીતાણા ભીલવાડા વિસ્તારમાં આવેલ મઢી પાસે એક શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે રજી.કાગળો નહિ હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં આશરે વીસેક દિવસ પહેલાં તેના મિત્ર અનિલ મનસુખભાઇ દેવીપુજક (રહે. આજી ડેમ, રાજકોટ મુળ-દે.પુ.વાસ, રેલ્વે સ્ટેશન પુલ પાસે, ગોંડલ)એ વિસાવદરથી ચોરી કરેલ મોટર સાયકલ રૂ.૧૦,૦૦૦ ઉછીના આપી તેના બદલામાં વાપરવા માટે લાવેલ હોવાની કબુલાત આપતા શની ઉર્ફે સુનિલ રવજીભાઇ સોલંકી (ઉ.વ.૨૮ ધંધો-ભંગારની ફેરી રહે. ૨૫ વારીયા, સીદસર તા.જી.ભાવનગર)ને રજી.નંબર વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦ સાથે ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી સામે જુનાગઢ જિલ્લો,વિસાવદર તાલુકા પોલીસમાં ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૪૦૪૯૮/૨૦૨૪ ઇગજ કલમ-૩૦૩(૩) મુજબ નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech