જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના મેંધરના બલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન રસ્તો ભટકીને ખીણમાં પડી ગયું. જેના કારણે પાંચ જવાનના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુંછ જિલ્લાના મેંધર સબ-ડિવિઝનના માનકોટ સેક્ટરના બલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 15 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈન્યના જવાનો એક વાહનમાં તેમની ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત થયો. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે કારમાં કુલ 18 સૈનિકો હતા.
કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે, અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક સૈનિકોના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના LoC નજીક બની હતી જે પોલીસ ચોકી માનકોટ અને પોલીસ સ્ટેશન મેંધર હેઠળ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech