ચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

  • December 24, 2024 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ યુએઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે રમાશે. ICCએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. આમાં ભારત પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમશે અને આવું જ કંઈક થયું.

ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ


ગ્રુપ બી- દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ


ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s ન્યુઝીલેન્ડ (નેશનલ સ્ટેડિયમ, કરાચી)

20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s ભારત (દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ)

21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન v/s દક્ષિણ આફ્રિકા (નેશનલ સ્ટેડિયમ, કરાચી)

22 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા v/s ઈંગ્લેન્ડ (ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર)

23 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s ભારત (દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ)

24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s ન્યુઝીલેન્ડ (રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી)

25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s દક્ષિણ આફ્રિકા (રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી)

26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન v/s ઈંગ્લેન્ડ (ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર)

27 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s બાંગ્લાદેશ (રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી)

28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા (ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર)

1 માર્ચ - દક્ષિણ આફ્રિકા v/s ઈંગ્લેન્ડ (નેશનલ સ્ટેડિયમ, કરાચી)

2 માર્ચ – ન્યુઝીલેન્ડ v/s ભારત (દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ)

4 માર્ચ- સેમિફાઈનલ-1, દુબઈ

5 માર્ચ- સેમિફાઇનલ-2, લાહોર

9 માર્ચ- ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચશે તો દુબઇમાં રમાશે)


10 માર્ચ- રિઝર્વ ડે


ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2-2 વખત આ ખિતાબ જીત્યો છે


ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી સિઝન 2017માં યોજાઈ હતી, જ્યારે પાકિસ્તાને ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આગામી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં યજમાન પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સિઝન 1998માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી 8 વખત ચેમ્પિયન ટ્રોફી રમવામાં આવી છે. આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની 9મી સિઝન યોજાવાની છે. 8માંથી ભારત અને ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 2-2 વખત આ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે 2002માં પ્રથમ વખત શ્રીલંકા સાથે સંયુક્ત રીતે આ ખિતાબ જીત્યો હતો.

આ પછી, 2013માં બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. આ સિવાય દક્ષિણ આફ્રિકા (1998), ન્યુઝીલેન્ડ (2000), વેસ્ટ ઈન્ડિઝ (2004), ઓસ્ટ્રેલિયા (2006, 2009) અને પાકિસ્તાન (2017) આ રીતે ખિતાબ જીતી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application