મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથેના બેડરુમ સિક્રેટ શેર કર્યા

  • February 14, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નેહા ધૂપિયાના શોમાં છૈયા છૈયા ગર્લે ઘટસ્ફોટ કરતા ટ્રોલ થવા લાગી
  • મલાઇકાએ કહ્યું- અર્ડુન મને આખી રાત.................


આધેડ વયે પણ કામણગારી એક્ટ્રેસ મલાઇકા અરોરા અને તેનાથી 12 વર્ષ નાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ અર્જુન અને મલાઇકાને તેનાથી કોઈ ફેર પડતો નથી. બંને એકબીજા સાથે ખુશ છે અને એન્જોય કરતા જોવા મળે છે. મલાઇકા હાલમાં તેના જિમ લુક્સ અને ફિટ શરીરને કારણે ઇન્સ્ટાગ્રામમાં છવાયેલી છે. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે તેનો સંબંધ પહેલાં અને અત્યારે પણ ચર્ચામાં છે.

આખા દેશમાં અભિનેત્રી મલાઇકા અરોરાના કરોડો ફેન્સ છે. ત્યારે મલાઇકા અરોરા નેહા ધૂપિયાના ચેટ શો વોગ બીએફએફમાં પોતાના જીવન વિશે કેટલીક વાતો કહીને ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં, મલાઇકાએ કહ્યુ હતુ કે, તેને નાઇટ ગેમ્સ પસંદ છે અને તે દાઢીવાળા છોકરાને પસંદ કરે છે. હવે આ 49 વર્ષીય સુંદર અભિનેત્રી મલાઇકા અરોરાએ તેના અને અર્જુન કપૂરના બેડરૂમના સિક્રેટ જાહેર કર્યા છે. તેણે કહ્યું છે કે, અર્જુન આખી રાત મારી સાથે... 

 અરબાઝ ખાન સાથે છૂટાછેડા પછી મલાઇકા તેના કરતાં 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, તેને કારણે મલાઇકા હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અને અર્જુન એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અર્જુન કપૂર હંમેશા તેની સારસંભાળ લેતો જોવા મળે છે. તે મલાઇકાને અનહદ પ્રેમ કરે છે. બંને તેમના ભવિષ્યને લઈને ગંભીર છે. એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ જણાવ્યું હતું કે...
 
 અર્જુન મને દરરોજ ખુશ રાખે છે. મલાઇકા ઇન્ટરવ્યૂમાં આગળ જણાવે છે કે, અર્જુન મને આખી રાત જવાન હોઉં તેવું અનુભવ કરાવે છે. દરરોજ અમારી વચ્ચે ઝઘડો થાય છે, મજાક-મજાકમાં નાનીમોટી મારામારી પણ થઈ જાય છે.’



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application