અભિનેત્રી મલાઈકા અરોરાનાના પિતા હવે આ દુનિયામાં નથી. તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે ૯ વાગ્યાની આસપાસની છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં, પોલીસને તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પ્રા વિગતો મુજબ મલાઈકાના પિતા ઘણા સમયથી બીમાર હતા. આ ઘટના સમયે અભિનેત્રી મુંબઈમાં હાજર ન હતી. આ સમાચારની જાણ થતાં જ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. અભિનેત્રીના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગત સાંજે મલાઈકા અરોરા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, તે તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી. મલાઈકા અરોરાની સાથે તેની બહેન અમૃતા અરોરા અને તેની માતા છે. મલાઈકા અરોરાના પિતા હિન્દુ હતા, યારે તેની માતા કેરળની િસ્તી હતી. યારે મલાઈકા છ વર્ષની હતી ત્યારે તેના માતા–પિતાના છૂટાછેડા થઈ ગયા અને તે તેની માતા સાથે થાણેથી ચેમ્બુર રહેવા ગઈ. તેની માતાએ અભિનેત્રીનો ઉછેર કર્યેા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech