હોટ મલાઇકા અરોરાએ બેકલેસ ગાઉનમાં આ શું દેખાડી દીધુ?

  • April 27, 2023 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દુબઇની એક ઇવેન્ટનો મલાઇકાનો એક વીડિયો થઇ રહ્યો છે વાઇરલ
  • 49 વર્ષીય એક્ટ્રેસનો કિલર લુક જોઇ ફેન્સ તેના દીવાના થઇ ગયા


બોલીવુડ ડીવા મલાઇકા અરોરા ફિલ્મોમાં લગભગ નહીંવાત દેખાતી હોવા છતાં આજના સમયની ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી હસ્તી પૈકીની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના બિન્દાસ અંદાજ, ફિટનેસ અને કમાલની ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એકવાર 49 વર્ષી મલાઇકાનો હોટ લુક છવાયેલો છે.


આજકાલ મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે આ ડ્રેસમાં પોતાનું લોઅર બેક ટેટૂ પણ ફ્લોન્ટ કર્યુ છે. મલાઇકાના આ અંદાજ પર તેના ફેન્સ ફિદા થઇ ગયા છે.


હાલમાં જ મલાઇકા અરોરાને દુબઇની એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં મલાઇકાએ બ્લેક કલરનું ગાઉન પહેર્યુ હતુ. આ શાનદાર ગાઉન આખુ બેકલેસ હતુ. આ ગાઉનમાં મલાઇકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનું લોઅલ બેક ટેટૂ જોવા મળી રહ્યું છે.


આ હોટ વીડિયોમાં મલાઇકાનો ચહેરો દેખાતો નથી તેમ છતાં  સોશિયલ મીડિયા પર તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે. મલાઇકાના ટેટૂને કોમ્પ્લીમેન્ટ્સ મળી રહ્યાં છે. પહેલા પણ મલાઇકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. 


49 વર્ષની મલાઇકા સ્ટાઇલ આઇકન તો છે જ પરંતુ શાનદાર ફિટનેસ માટે પણ તેના ખૂબ વખાણ થાય છે. મલાઇકા યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે અને તેના જિમ લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા હાલમાં તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઇકા'ને લઇને ચર્ચામાં હતી. આ શો પર તેણે પર્સનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.



અરબાઝ ખાન સાથે છુટાછે઼ા બાદ 12 વર્ષ નાના અર્જુન કપુરના પ્રેમમાં પડેલી મલાઇકા હવે તેની સાથે લગ્નની તૈયારી કરી રહી હોવાના ન્યૂઝ ઘણા સમયથી આવી છે. પરંતુ હજુ કંઇ ફાઇનલ થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application