દ્વારકાના પીંડારામાં મલ કુસ્તીએ કરી જમાવટ

  • September 16, 2023 12:02 PM 

આસપાસના વિસ્તારોમાંથી ઉત્સાહ સાથે યુવાનો મલકુસ્તીની રમતોમાં પણ જોડાયા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક પિંડારા  ગામમાં આજે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો મલ કુસ્તી મેળો  અનેરા ઉત્સાહ વચ્ચે યોજાયો હતો.પીંડારા ગામમાં મેળામાં આ વખતે ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ નૃત્ય રાસ સહિતની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે.


શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળો એક દિવસનો યોજાયો હતો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલિશ વડા શ્રી નિતેશ પાંડે ઉપસ્થિત રહ્યાં હતા અને સપર્ધકોને પ્રમાણપત્ર, શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરીત અને કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત દેવભુમિ દ્વારકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં યુ.વી.મ્યુઝીકલ ગૃપ-જામનગર દ્વારા લોકગીત, રાજપુત રાસ મંડળ-જામનગર દ્વારા હુડો રાસ, શ્રી રાજશક્તિ રાસ મંડળ-જામનગર દ્વારા ઢાલ તલવાર રાસ,  આદિવાસી યહા મોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ દ્વારા આદિવાસી નૃત્ય, ચામુંડા રાસ મંડળ-પોરબંદર અને લોકગાયક ભાવેશ આહીર દ્વારા લોકગીતની રમઝટ બોલાવવામાં આવી હતી.


અત્રે નોંધનીય છે કે, પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની પ્રેરણાથી અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો થી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, જિલ્લા પંચાયતના સભ્ય જગાભાઈ ચાવડા, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application