તારીખ ૭ મે ના રોજ ચૂંટણી પૂરી થયા પછી ઇલેકશન પચં દ્રારા મતગણતરીના માર્ગદર્શન સંદર્ભે અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધારે વીડિયો કોનફરનસ થઈ ચૂકી છે અને તેમાં આપેલી સુચના પર અમલ કરવાથી પરિણામો મોડા આવવાની અને ટ્રેન્ડ પણ મોડો મળવાની આશંકા વ્યકત કરાતા ચૂંટણી પચં દ્રારા ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલી મિટિંગમાં જૂની સૂચનાઓ રદ કરી બેલેટ પેપરની અને ઇવીએમના મતની એક સાથે જ ગણતરી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ભૂતકાળમાં એવી સૂચના આપવામાં આવી હતી કે સૌપ્રથમ બેલેટ પત્રોની મતગણતરી કરવાની રહેશે અને બેલેટ પત્રની યાં મત ગણતરી ચાલતી હોય તેની બાજુમાં આવેલા ઈવીએમના કાઉન્ટિંગ હોલમાં મતગણતરી થઈ શકશે નહીં. બેલેટ પેપર ની મતગણતરી પૂરી થયાના અડધો કલાક પછી બાજુના હોલની વિધાનસભા વિસ્તારની મતગણતરી શ કરવાની હતી.
બેલેટ પેપર અને ઇએમના મતની એકસાથે ગણતરી કરવાની છેલ્લી નવી સૂચના પછી હવે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શ કરાશે અને ૧૨:૦૦ વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામ પણ જાહેર થઈ જવાની શકયતા છે. મતગણતરી શ થયાના એકાદ દોઢ કલાકમાં ટ્રેન્ડ પણ મળવાનું શ થઈ જશે.
આવી બીજી મહત્વની ફાઈનલ સૂચના એ આપવામાં આવી છે કે યારે કોઈ કિસ્સામાં બેટરી બેસી જવા કે તેવા કોઈ કારણથી ઈવીએમના મતની ગણતરી ન થઈ શકે તેવા સંજોગોમાં જે તે ઇવીએમ સાથે જોડાયેલા વિવિપેટની ચબરખીઓની ગણતરી કરવાની રહેશે
કાઉન્ટિંગ હોલમાં મીડિયાને બેચ વાઈઝ એન્ટ્રી
કાઉન્ટિંગ હોલમાં ભીડ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પત્રકારોને બેચ વાઈઝ અંદર પ્રવેશવા દેવાશે. બાકીના પત્રકારોને કોલેજના ઓડિટોરિયમમાં બેસવાનું રહેશે અને ત્યાં રાઉન્ડ વાઇઝ માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મોબાઈલ પર પ્રતિબંધ: હેન્ડી કેમેરાથી જ શૂટિંગ થઈ શકશે
કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થવાની છે અને ત્યાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓથી માંડી તમામને મોબાઇલ લઈ જવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સિગારેટ બીડી પાન માવા ગુટકા જેવા પદાર્થેા અને લાકડી કે હથિયારો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટિંગ હોલમાં શૂટિંગ માટે માત્ર હેન્ડી કેમેરાનો જ ઉપયોગ કરી શકાશે તેમ પણ જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech