હીરામંડીનો જાજરમાન સેટ: 210 દિવસમાં 700 કારીગરની કમાલ

  • April 24, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હીરામંડીનો જાજરમાન સેટ: 210 દિવસમાં 700 કારીગરની કમાલ

આવતા મહીને ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહેલી ફિલ્મ હીરામંડીમાટે ચાહકો અત્યંત ઉત્સાહિત છે ત્યારે તેના સેટનું જાજરમાન સૌન્દર્ય વિષે જાણવું રસપ્રદ થયી પડશે.  


રિપોર્ટ અનુસાર 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર'નો સેટ 210 દિવસમાં 700 કારીગરોએ બનાવ્યો હતો. 200 કરોડ રૂપિયામાં બનેલ 'હીરામંડી'નો સેટ ત્રણ એકરમાં બનાવવામાં આવ્યો છે. આ સીરિઝની રિલીઝને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે.'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' આવતા મહિનાની પહેલી તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. સંજય લીલા ભણસાલીનું અત્યાર સુધીનું સૌથી ભવ્ય કામ આ વેબ સિરીઝમાં જોવા મળશે.  હીરામંડી ધ ડાયમંડ બજાર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જેની રિલીઝને લઈ હવે થોડા જ દિવસો બાકી છે. આ વેબ સીરિઝ એક મેના રોજ 8 એપિસોડમાં રિલીઝ કરવામાં આવશે. જે 190 દેશમાં રિલીઝ થશે.ફિલ્મના લેખક અને નિર્દેશક સંજય લીલા ભણસાલી પહેલી વખત વેબ સીરિઝ લઈને આવી રહ્યા છે. પોતાની ફિલ્મની જેમ વેબ સિરીઝ ડેબ્યુ કરશે. આ વેબ સીરિઝમાં 6થી વધુ અભિનેત્રીઓ જોવા મળશે. આ સીરિઝને જોવા માટે હવે સૌ કોઈ આતુર છે.હાલમાં સંજય લીલા ભણસાલીએ હીરામંડી ધ ડાયમંડ બજાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કરી છે. તેમણે કહ્યું કે, આ મારા જીવનનો સૌથી મોટો સેટ છે. 'હીરામંડી'ની સ્ટોરીમાં (મનીષા કોઈરાલા) અને ફરીદાન (સોનાક્ષી સિંહા) જેવા સ્ટાર કલાકારો જોવા મળશે.રિપોર્ટ મુજબ સેટનું નિર્માણ 700 કારીગરોએ 210 દિવસ સુધી કામ કર્યું છે. 200 કરોડમાં બનેલી હીરામંડીના સેટ 3 એકરમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ સીરિઝ 1 મેના રોજ રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application