ગિરનારની ગોદમાં શનિવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

  • February 20, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનાથ ચોસઠ જોગણીઓ, ચોર્યાસી સિધ્ધોના યાં બેસણા છે અને ૩૩ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે તેવા ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પારંપરિક મેળાનો મહાવદ નોમ ના તા.૨૨ ફેબ્રુઆરીથી શુભારભં થશે.  
ભવનાથ ખાતે યોજાનારા મહાશિવરાત્રી મેળાનો મહાવદ નોમના તા. ૨૨ના ભવનાથ મંદિરના સંતો મહંતો રાજકીય આગેવાનો અધિકારીઓની હાજરીમાં ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજારોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારભં કરવામાં આવશે આ જ સમયે ભવનાથ મંદિરનું વાતાવરણ હર હર મહાદેવ જય ભવનાથ ના ઘોષથી ગુંજી ઉઠશે.
મહાશિવરાત્રીનો મેળો અને ગરબા ગિરનારની પરિક્રમાએ જુનાગઢની આગવી વિશિષ્ટ્રતા છે મહાશિવરાત્રીના મેળાની પાછળના ઇતિહાસની અમર ગાથાઓ વણાયેલી છે જેમાં શિવરાત્રીના મેળામાં અમર તત્વ પામેલા મહાત્માઓ, સાધુ સંતોના પમાં પધારતા હોવાની દ્રઢ માન્યતા છે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળામાં કાઠીયાવાડની ગૌરવ વંતી સંસ્કૃતિના દર્શન થાય છે. ગુજરાતમાં યોજાતા ત્રણ મેળા માનવ જીવનની ત્રણ વયનું રહસ્ય છતું કરે છે. તરણેતરનો મેળો માધવપુર નો મેળો અને મહાશિવરાત્રીનો મેળો માનવીની ઉંમર સાથે અનેરા નાતાથી બંધાયેલ છે.
નોમ થી શિવરાત્રી સુધી ચાર દિવસ સુધી યોજનાર મેળામાં લોકમેળામાં ફજેત ફળખા, ચકરડી, ખાધ ચીજો ઠંડા પીણા તથા અન્ય ચીજોના વેચાણ માટે અવનવા સ્ટોલો આકર્ષણ બની રહે છે. આ ઉપરાંત અનેક જગ્યાએ લોકસાહિત્યના ડાયરા, ભજન સંધ્યામાં લોકસાહિત્યના અનેકનામી અનામી કલાકારો ભજન દુહા છદં લોકગીતોની રસલહાણ પીરસી મેળાને ચાર ચાંદ લગાવશે.
મેળામાં લાખો લોકો ભજન ભોજન અને ભકિતનો આનદં માણી ધન્યતા અનુભવે છે તો મહાશિવરાત્રીનો મેળો અને નાગાબાવા સાધુ–સંતોનું સરઘસ જોવું એ લહાવો છે જેને જોયું તે કયારેય ભૂલી શકતા નથી અને જિંદગીનું અલૌકિક સંભારણું બની જાય છે. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભરાતો મેળો આસ્થાનો અગાઢ દરિયો ઘુઘવાટા મારતો હોય તેવું ભકિતમય દ્રશ્ય વાતાવરણ મહાશિવરાત્રીના દિવસે સર્જાય છે. શિવરાત્રી મેળામાં મુખ્ય પરિબળ ગણાતા સંતો મહંતોમાં ભવનાથ મંદિરના મહતં હરિગીરી બાપુ, ગૌરક્ષ નાથ આશ્રમના શેરનાથ બાપુ, ચાપરડા બ્રહ્માનદં વિધાધામના મુકતાનંદજી બાપુ, કમંડળ કુંડ અને ભૂતનાથ મંદિરના મહેશ ગીરીબાપુ, મહાદેવ ગીરીબાપુ, દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમના હરીહરાનદં બાપુ , સહિતના સંતો મહંતો દ્રારા તત્રં સાથે સંકલન જાળવી મેળાને ચાર ચાંદ લગાવશે.
આશ્ચર્ય અને નવાઈની વાત તો એ છે કે દર વર્ષે ભરાતા આ મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા લાખો લોકો આવે છે જેના માટે અનેક જગ્યાએ ઠેર ઠેર અન્નક્ષેત્ર શ કરાયા છે દરરોજ રાખો લોકો ભોજન પ્રસાદ કરે છે પરંતુ આ વિસ્તારમાં એક પણ કાગડો જોવા મળતો નથી આ કે આમ કેમ બને છે? છતાં પણ વાસ્તવિકતા સ્વીકારવી જ બને.
ચાર દિવસીય મેળામાં કલેકટર અનિલ રાણા વસિયા, કમિશનર ડો ઓમ પ્રકાશ, ,ઙે.કમિશનર જાડેજા,ઝાપઙાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓની ટીમ દ્રારા મેળાને લઇ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મેળામા ડિઝિટલ ટ્રાફિક વ્યવસ્થા: વાહન ચાલકોને ઈ પાસ, કયુઆરકોડની ચકાસણી

મહાશિવરાત્રી મેળાને શ થવામાં માત્ર એક જ દિવસ બાકી હોય મેળામાં   ભીડ અને ટ્રાફિકના કારણે વાહન ચાલકો તથા પાકિગની સમસ્યા સર્જાય છે જેથી આ વખતે જુનાગઢ પોલીસ દ્રારા  મેળામાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે.જૂનાગઢ પોલીસ દ્રારા મહાશિવરાત્રી મેળામાં સૌપ્રથમવાર  ઈવાહન પાસ ઇસ્યુ કરાશે.આ ઉપરાંત પાકિગ પોઇન્ટની જાણકારી અને કર્મચારીઓની હાજરી અને ટ્રાફિક સ્થિતિ નિયંત્રણ માટે  ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઈ પાસમા રહેલા કયુઆરકોડ સ્કેન કર્યા બાદ પોલીસ કર્મચારી વાહનની વિગતની ચકાસણી કરી  વાહન ચાલકોને તળેટીમાં પ્રવેશ આપશે. ઉપરાંત ટ્રાફિક પોઇન્ટ અને કર્મચારીઓની હાજરી પણ એપ્લિકેશન દ્રારા લેવાશે. ભવનાથ મહાશિવરાત્રી મેળામાં આઈ જી નિલેશ ઝાંઝઙીયા, એસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ  આ વર્ષે પોલીસ દ્રારા વાહન ચાલકોને ડિજિટલી પાસ અપાશે.વાહન ચાલકો દ્રારા ભવનાથ પોલીસમાં પાસ માટે અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીના આધારે અરજદારોને વાહન માટે  કયુ આર કોડ સાથેનો ઈ પાસ ઇસ્યુ કરવામાં આવશે.ફરજ પરના પોલીસ  કર્મી વાહનની વિગત જાણવા કયુ આર કોડ સ્કેન કરશે અને તેમાં વાહનની નંબર અને નામ સહિતની વિગત જોવા મળશે ત્યારબાદ જ વાહનને  પ્રવેશ અપાશે. પોલીસ વિભાગ દ્રારા સૌ પ્રથમ વખત ડિજિટલ પદ્ધતિથી પાસ ઇસ્યુ કરવાની પહેલ કરી છે .મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ હજારો વાહનોની અવર–જવર વચ્ચે ઈપાસ ની ચકાસણી માટે સમય વેડફાશે. તો બીજી તરફ ટ્રાફિક જામની સ્થિતિમાં પાસ આપનાર વાહનને કેવી રીતે પ્રવેશ અપાશે જેથી ડિજિટલ ટેકનોલોજી દ્રારા વાહનોને પ્રવેશ આપવાના પોલીસના અભિગમ સફળ થશે કે કેમ તે તો મેળા દરમિયાન જ ખ્યાલ આવશે


૨૩ હાઈ માસ્ટ ટાવર, ૭ એલઇડી સ્ક્રીન રખાશે

મહાનગરપાલિકા કમિશનર ડો ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તળેટી વિસ્તારમાં લાઈટની અગવડતા ન પડે તે માટે લાઈટ શાખાના હાજાભાઇ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભવનાથ તળેટી વિસ્તારમાં ૧૩ હાઈ માસ્ટ ટાવર, ૩,૦૦૦ લાઈટો, ૭૦૦ એલઈડી, ૬ એલઇડી સ્ક્રીન, ૯ જનરેટર રાખવામાં આવ્યા છે યારે ભવનાથ મંદિર સહિત અખાડાઓને રોશનીથી શણગાર કરવામાં આવ્યા છે. એલઇડી સ્ક્રીનની મદદથી મેળા ની રવાડીનું લાઈવ પ્રસારણ  કરવામાં આવશે. ભરડા વાવ થી ભવનાથ તળેટી સુધી ૫૦૦ સ્ટ્રીટ લાઇટ રાખવામાં આવી છે.

ત્રણ આરોગ્ય કેન્દ્રો–૬ એમ્બ્યુલન્સ તૈનાત

ભવનાથ તળેટી, ગિરનાર પર્વત સહિત કુલ પાંચ સ્થળો ઉપરાંત આ વર્ષે ભરડાવાવથી દામોદર કુંડ સુધી ત્રણ મીની દવાખાનાનો વધારો કરવામાં આવ્યો છે, ઇમરજન્સીના બનાવમાં ૧ બુલેટ એમ્બ્યુલન્સ,૬ એમ્બ્યુલન્સ લોકોની સારવાર માટે કાર્યરત રહેશે. જિલ્લા  આરોગ્ય અધિકારી ડો સાલવી અને મનપા મેડિકલ ઓફિસર ડો સ્વયં પ્રકાશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભવનાથ મંદિર મેઇન દવાખાના, રેસ્ટ હાઉસ પાસે, ગિરનાર પર્વત જૈન દેરાસર, અંબાજીની ટૂંક ખાતે, પ્રેરણા ધામ ખાતે કામ ચલાઉ દવાખાનામાં દવાઓ અને સાધનો સાથે મેડિકલ ઓફિસર પેરામેડિકલ સ્ટાફ સહિતની મેડિકલ ટીમ ખડે પગે રહેશે. મેળાના ચારેય દિવસો દરમિયાન એક મોબાઈલ દવાખાન અને ટીમ વિવિધ સ્થળોએ લોકોનું નિદાન કરી દવાઓ આપશે. તળેટી ખાતે આવેલ ભવનાથ નાકોડા આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલની ટીમ દ્રારા આઈસીયુ વેન્ટિલેટર બેડ સહિત ની સારવાર અપાશે.

અન્નક્ષેત્રો દ્રારા નિ:શુલ્ક ભોજન

મેળામાં લાખો ભાવિકોને અન્ન ક્ષેત્રો દ્રારા નિશુલ્ક ભોજન કરાવવામાં આવે છે જેમાં ૨૪ કલાક કાર્યરત શેરનાથ બાપુ ના અન્ન ક્ષેત્રમાં આખો દિવસ ભાવિકોને ભાવતા ભોજન આપવામાં આવશે. ભારતી આશ્રમ, પુનિત આશ્રમ, નરેન્દ્ર દાસબાપુના આપાગીગા નો ઓટલો ચોટીલા, ખોડીયાર રાસ મંડળ, સહિત અનેકવિધ સ્થળોએ ભાવિકોને સવારે ચા પાણી થી લઈ ગુંદી ગાંઠિયા ,બટેટા પૌવા, તો ભોજનમાં રોટલી ,બટાકાનું શાક, પુરી ,ભજીયા, મોહનથાળ, રોટલા, ખીચડી, કઢી, તો કયાંક પાઉંભાજી, ભેળ, પંજાબી, સાઉથ ઇન્ડિયન સહિતની વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવશે

મહાશિવરાત્રી મેળામાં ૭૦ મિનિ સહિત ૨૮૦ વધારાની બસો

મહાશિવરાત્રી મેળામાં એસટી વિભાગીય નિયામક રાવલ, ડી ટી ઓ ખાંભલા અને ડેપો મેનેજર મકવાણાના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી  .૨૫ના ટિકિટ દરે ૭૦ મીની બસ દોડાવવામાં આવશે આ ઉપરાંત રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર અમદાવાદ કચ્છ ભુજ દ્રારકા સહિતના વિવિધ જિલ્લ ાઓમાં મુસાફરોની અવરજવરને લઈ જુનાગઢ ડિવિઝનના નવ ડેપોમાં  વધારાની ૨૧૦ એકસપ્રેસ બસ દોડાવવામાં આવશે. મેળામાં કુલ ૨૮૦ બસ વધારાની ફાળવવામાં આવી છે.

ફાયરની છ ટીમો રહેશે સ્ટેન્ડ બાય

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં તળેટી વિસ્તારમાં મોટી સંખ્યામાં અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો પણ હોય ત્યારે આગજનીના બનાવો ન બને તે માટે મહાનગરપાલિકા ફાયર ઓફિસર દિપક જાનીના માર્ગદર્શન હેઠળ ભવનાથ રેસ્ટ હાઉસ ,ઝોનલ ઓફિસ, દામોદર કુંડ, સહિતના સ્થળોએ ફાયર ની ટીમ ખડે પગે રહેશે આ ઉપરાંત ધોરાજી અને કેશોદ ની ટીમને પણ રાખવામાં આવશે તથા મેળા ના ટ ઉપર બે ફાયર બુલેટ ની ટીમ સ્ટેન્ડ બાય રહેશે.

૨,૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે
મહાશિવરાત્રી મેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આઈજી નિલેશ ઝાંઝઙીયા, ઇન્ચાર્જ એસ.પી જાડેજા, ડિવાયએસપી હિતેશ ધાંઘલીયા, કાયદો વ્યવસ્થની  સ્થિતિ જાળવવા અને અસામાજિક તત્વોને ઝડપવા ૧૨ ડીવાયએસપી,૨૨ પી.આઈ, ૧૨૩ પીએસઆઇ, ૧૦૫૯ પોલીસ જવાન,૧૩૦ ટ્રાફિક પોલીસ, ૫૨૯ હોમગાર્ડ, ૬૨૬ જી.આર.ડી જવાન સહિત કુલ ૨૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ રાઉન્ડ ઘ કલોક પોલીસ બંદોબસ્ત તહેનાત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application