વીર યોદ્ધા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે સોમવારે શૌર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત સમાજના શૂરવીર શ્રી મહારાણા પ્રતાપના જન્મોત્સવ પર્વ નિમિત્તે સોમવારે ખંભાળિયામાં રાજપૂત સમાજ દ્વારા અત્રે જામનગર હાઈવે પર ત્રણ રસ્તા નજીક આવેલા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખંભાળિયા રાજપૂત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજાએ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર કરી, નમન કર્યા હતા.
આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા કે જેઓ તાજેતરમાં બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સંપન્ન કરીને આવ્યા હતા, તેઓને ઉપસ્થિત મહાનુભાવો તથા રાજપૂત સમાજ દ્વારા પાઘડી અને ફૂલહાર તથા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેમના જ હસ્તે મહારાણા પ્રતાપની પૂજન વિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં "મહારાણા પ્રતાપની જય"ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં ઘનશ્યામસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, ભાવસંગજી જાડેજા, ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકાના ભીખુભા જેઠવા સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech