મહાકુંભનો પ્રારંભ: આજે શાહી સ્નાન

  • January 13, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો 'મહાકુંભ' આજથી પવિત્ર શહેર પ્રયાગરાજમાં શ થઈ રહ્યો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભકતોની ભારે ભીડ ઉમટી પડી છે. આ વખતે મહાકુંભમાં લગભગ ૪૫ કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. આજે પહેલા દિવસે સવારે ૮ વાગ્યા સુધી લગભગ ૪૦ લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કયુ હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના ઉધ્ઘાટન પર અભિનંદન પાઠવ્યા છે. સીએમ યોગીએ ટીટ કરીને કહ્યું, પોષ પૂર્ણિમાની શુભેચ્છાઓ. વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો 'મહાકુંભ' આજથી પવિત્ર શહેર પ્રયાગરાજમાં શ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, શ્રદ્ધા અને આધુનિકતાના સંગમ પર ધ્યાન અને પવિત્ર સ્નાન માટે વિવિધતામાં એકતાનો અનુભવ કરવા આવેલા તમામ પૂજનીય સંતો, કલ્પવાસીઓ, ભકતોનું હૃદયપૂર્વક સ્વાગત ક છું. માતા ગંગા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના ઉધ્ઘાટન અને પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ. મહાકુંભમાં ૪૦ કરોડ લોકો આવે તેવી શકયતા છે. આ માટે ટ્રાફિક વ્યવસ્થાપન સંભાળવું સૌથી મહત્વપૂર્ણ છે. મુલાકાતીઓના વાહનો પાર્ક કરવા માટે ૧૩૦ પાકિગ જગ્યાઓ બનાવવામાં આવી છે. આમાં ૧૦ લાખ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા છે. પ્રથમ તબક્કામાં ૫.૫૦ લાખ વાહનો માટે બનાવેલ પાકિગની જગ્યા ખોલવામાં આવશે. જેમ જેમ વાહનોની સંખ્યા વધશે અને પાકિગ ભરાઈ જશે, તેમ તેમ ૪.૫ લાખ વાહનો પાર્ક કરવાની ક્ષમતા ધરાવતું પાકિગ ખુલશે. પ્રથમ રાઉન્ડમાં ૧૦૨ પાકિગને ખોલવામાં આવશે. આ પછી ૨૮ ઇમરજન્સી પાકિગમાં વાહનો પાર્ક કરાવામાં આવશે.
મહાકુંભના પ્રારભં પર, લાખો ભકતો બ્રહ્મમુહર્તમાં પ્રથમ અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા છે. સંગમના કિનારે આજે ભારતની સદીઓ જૂની પરંપરા ફરી જીવતં થઈ છે. ભકતો પૂરા ઉત્સાહ અને ઉમગં સાથે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં ભાગ લઈ રહ્યા છે.
મહાકુંભમાં કોઈ ભેદભાવ નથી, કોઈ પક્ષપાત નથી, કોઈ ઐંચ કે નીચ નથી. ભારતીય સંસ્કૃતિના અવિરત પ્રવાહમાં દરેક વ્યકિત સમાન છે. આજે માતા ગંગાના કિનારે સમાનતા અને સંવાદિતાનું અદભુત દ્રશ્ય જીવતં થયું છે.
આ મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ૧૨ પૂર્ણ કુંભ પછી, એટલે કે દર ૧૪૪ વર્ષે, એક મહાકુંભ આવે છે. મહાકુંભનું આયોજન ફકત પ્રયાગમાં જ થાય છે. દર ૧૨ વર્ષે યોજાતા કુંભ મેળાને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે. અર્ધકુંભ દર ૬ વર્ષે થાય છે. અર્ધ કુંભ ફકત પ્રયાગરાજ અને હરિદ્રારમાં જ યોજાય છે. પોષ પૂર્ણિમાના અમૃત સ્નાન સાથે, આ પવિત્ર સ્થળ પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારભં થયો છે. સંગમ કિનારે ભકતો પવિત્ર માતા ગંગામાં ડૂબકી લગાવીને શ્રદ્ધાનો અનુભવ કરી રહ્યા છે.
મહાકુંભમાં આજે પહેલું અમૃત સ્નાન છે. મકરસંક્રાંતિના રોજ બીજું અમૃત સ્નાન થશે. મૌની અમાવસ્યાના દિવસે ત્રીજું અમૃત સ્નાન ૨૯ જાન્યુઆરીના રોજ થશે. ચોથું અમૃત સ્નાન વસતં પંચમીના દિવસે ૩ ફેબ્રુઆરીના રોજ,પાંચમું અમૃત સ્નાન માઘ પૂર્ણિમા, ૧૨ ફેબ્રુઆરીના રોજ થશે. છેલ્લું અમૃત સ્નાન ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શિવરાત્રીના દિવસે થશે.

૧૫ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આવશે

કેન્દ્રીય પર્યટનમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, મહાકુંભમાં ૧૫ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આવે તેવી અપેક્ષા છે, જેમના માટે પર્યટન મંત્રાલયે 'ટેન્ટ સિટી' તૈયાર કરી છે. ટેન્ટ સિટીમાં આયુર્વેદ, યોગ અને પંચકર્મ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ અયોધ્યા, કાશી અને મથુરા જેવા સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ભારતની કલા અને સંસ્કૃતિની ઝલક જોવા કલાગ્રામ બનાવવામાં આવ્યું છે. આ માટે કલાગ્રામ, ગંગા પંડાલ, ઝુનસી, નાગવાસુકી અને અરૈલમાં વિવિધ પ્લેટફોર્મ પર ૪૫ દિવસ સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


રેલવે સ્ટેશન પર ૧૨ ભાષાઓમાં ટ્રેનની જાહેરાત કરાશે
રેલવેની તૈયારીઓ અંગે અપડેટ આપતાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કેઆ વખતે ૧૩,૦૦૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જે ગત મહાકુંભ દરમિયાન દોડતી ટ્રેનોની સંખ્યા કરતા લગભગ ચાર ગણી વધારે છે. યાત્રાળુઓને માર્ગદર્શન આપવા માટે ૨૨ ભારતીય ભાષાઓમાં પુસ્તિકા લોન્ચ કરવામાં આવી છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે રેલવે સ્ટેશન પરની બધી જાહેરાતો ૧૨ ભાષાઓમાં કરવામાં આવશે.


સુરતથી મહાકુંભ જતી ટ્રેન પર પથ્થરમારો
ગઈકાલે બપોર પછી સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાી ગંગા એકસપ્રેસ ટ્રેનના બી–૬ કોચ પર પથ્થરમારો થયો હતો. સુરતથી ટ્રેન ઉપડા બાદ મહારાષ્ટ્ર્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. જેના પગલે કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્રારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

રૂા. ૧,૨૯૬માં હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો માણી શકાશે
મહાકુંભ દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે હેલિકોપ્ટર સવારીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું ભાડું ૩,૦૦૦ પિયાથી ઘટાડીને ફકત ૧,૨૯૬ પિયા પ્રતિ વ્યકિત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીરસિંહે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. આ ૭–૮ મિનિટની હેલિકોપ્ટર રાઈડ આજથી શ થશે, જેમાં પ્રવાસીઓ પ્રયાગરાજ શહેરની ઉપરથી મહાકુંભ મેળાની ભવ્યતાનો આકાશી નજારો જોઈ શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application