અમરેલીના ચકચારી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના નેતાઓએ સુરતના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે.
કોણ છે નિર્લિપ્ત રાય
નિર્લિપ્ત રાય 2010માં IPS બન્યા પહેલા ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ના અધિકારી હતા. તે દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન પીરિયડ હિંમતનગર રહ્યો હતો. નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા, જ્યા તેમણે એક વર્ષ પછી બઢતી મળી હતી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન-7માં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી કરવામાં આવી ચૂકી છે.
ત્યાર બાદ નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો નહતો અને તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. તે બાદ નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. હાલ નિર્લિપ્ત રાય SMCના ડીઆઈજી છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech