ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રવિવારે રાત્રે બોલિવૂડના જાણિતા પ્લેબેક સિંગર અરિજિત સિંહનો મેગા કૉન્સર્ટ હતો. પોતાના ચહિતા સિંગરને સાભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અરજિત સિંહે રોમેન્ટિક ગીતો ગાતા જ લોકો ઘેલા બન્યા હતા. તેમજ લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
મેટ્રો રેલનો પણ સમય વધારી દેવામાં આવ્યો હતો
ગિફ્ટ સિટીમાં યોજાયેલા કૉન્સર્ટ માટે છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. હજારો ચાહકોની સુરક્ષાને લઈ જડબેસલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉપરાંત અહીં કોન્સર્ટ સુધી ચાહકોને લાવવા-લઈ જવા માટે ફેરી સર્વિસ પણ શરૂ કરાઈ હતી. અમદાવાદના મોટેરાથી ગિફ્ટ સિટી સુધીના રૂટની મેટ્રો રેલનો પણ સમય વધારી દેવામાં આવ્યો હતો.
હવે પછી અરજિતસિંહનો કઈ જગ્યાએ કોન્સર્ટ થશે?
અરિજિત સિંહે તાજેતરમાં 30 નવેમ્બરે બેંગલુરુ અને 7 ડિસેમ્બરે હૈદરાબાદમાં સફળ કોન્સર્ટ કર્યા બાદ ગાંધીનગરમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. આગામી દિવસોમાં તેઓ દેશનાં વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરવાના છે, જેમાં 25 જાન્યુઆરીએ જયપુર, 2 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ, 16 ફેબ્રુઆરીએ ચંડીગઢ, 23 માર્ચે મુંબઈ, 2 માર્ચે કટક અને 5 એપ્રિલે ઇન્દોરનો સમાવેશ થાય છે. વધુમાં, 9 મેના રોજ અબુ ધાબીમાં આંતરરાષ્ટ્રીય કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
અરિજિત ખૂબ જ ડાઉન ટુ અર્થ છે
અરિજિત સિંહ તેના સૂરીલા અવાજ અને રોમેન્ટિક લવ સોન્ગથી કરોડો ચાહકોના દિલો પર રાજ કરે છે. પરંતુ, તેના સ્ટારડમ અને લોકપ્રિયતા હોવા છતાં, અરિજિત ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. કદાચ આનું જ પરિણામ છે કે જ્યારથી અરિજિત સિંહે સિંગિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી અત્યાર સુધી તેમનો ચાર્મ જળવાયેલો છે. ખૂબ જ સરળ વ્યક્તિ અરિજિત તેની સાદગી માટે પણ જાણીતો છે. અરિજિત તેના હિટ ગીતો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech