મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ભારત લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઇડીની વિનંતી પર ઈન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાદેવ સટ્ટાબાજીની એપ્ના મુખ્ય પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇડીની વિનંતી પર જારી કરાયેલી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ચંદ્રાકરને વહેલી તકે ભારત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ચંદ્રાકર અને એપ્ના અન્ય પ્રમોટર રવિ ઉપ્પલને ગયા વર્ષના અંતમાં રેડ કોર્નર નોટિસ જારી કયર્િ બાદ દુબઈમાં પકડી લેવામાં આવ્યો હતો.
ઇડીએ આરોપ લગાવ્યો છે કે મહાદેવ ઓનલાઈન બુક ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્ની તપાસમાં છત્તીસગઢના વિવિધ ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારોની સંડોવણી બહાર આવી છે. ફેડરલ એજન્સી અનુસાર, મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લીકેશન એક મુખ્ય સિન્ડિકેટ છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરે છે.
આ કેસમાં ઇડીએ અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ અત્યાર સુધીમાં બે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેમાં બે પ્રમોટરો પણ સામેલ છે. આ કેસમાં અપરાધની અંદાજિત રકમ 6,000 કરોડ રૂપિયાની આસપાસ છે. તપાસ એજન્સીએ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે ચંદ્રકરે ફેબ્રુઆરી 2023માં યુએઈના રાસ અલ ખાઈમાહમાં લગ્ન કયર્િ હતા અને આ ઈવેન્ટ માટે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રાકરના સંબંધીઓને ભારતમાંથી યુએઈ લાવવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા અને સેલિબ્રિટીઓને લગ્નમાં પરફોર્મ કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતો પર ગેરકાયદે સટ્ટો પણ એપ દ્વારા કરવામાં આવતો હતો. એપ્નું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું અને છત્તીસગઢમાં મહત્તમ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. આ કેસમાં રણવીર કપૂર પર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ પણ લાગ્યો છે. આ અંગે ઇડીએ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech