જામખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ

  • October 09, 2023 10:56 AM 

આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહેશે : પૂનમબેન માડમ



છેવાડાના નાગરિકોને આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે આજરોજ  સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખાતે આર.એસ.પી.એલ વેલફેર ફોઉંન્ડેશેન દ્વારા સી.એસ.આર અંતર્ગત અદ્યતન આઇ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ  પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે, આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અહીંયાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહેશે. તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. આ તકે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, હોસ્પિટલ સ્ટાફ સહિતના ઊપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application