જૂનાગઢના યુવાન પર હુમલા કેસમાં ધારાસભ્યનો પુત્ર ગણેશ પકડાયા

  • June 06, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં એન.એસ.યુ.આઈ પ્રમુખનું અપહરણ કરી હત્યાના પ્રયાસ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત ૧૦ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટના બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો અને જુનાગઢ ઉપરાંત રાજકોટ સહિત ના ગામોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ગુવાર સુધીમાં ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધના એલાનની ચીમકી આપવામાં આવી હતી સમગ્ર બનાવવા મામલે જુનાગઢ પોલીસે જસદણના ત્રણ યુવકોને ઝડપી પૂછપરછ હાથ કરી હતી. યારે ગઈકાલે રાત્રે એલસીબીએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજાની ગોંડલ પોલીસ પાસેથી કબજો લઈ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મધ રાત્રે જુનાગઢ ખાતે ગણેશ જાડેજા ને લાવવામાં આવેલ.પોલીસ દ્રારા મારામારીમાં હથિયારોનો ઉપયોગ તથા અન્ય આરોપીઓની સંડોવણી હોવાથી વધુ પૂછપરછ માટે ગણેશ જાડેજાની  આજે બપોરે પાંચ વાગ્યા આસપાસ ચારથી પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે

જૂનાગઢમાં દાતાર રોડ પર એન એસ યુ આઈના પ્રમુખ અને જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી એ ગાડી ચલાવવા બાબતે ઠપકો આપતા દાતાર રોડ પર અજાણ્યા ઈસમોએ માર મારી કારમાં અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા .ત્યારબાદ યુવકને  ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ તેની કારમાં બેસાડી ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ જઈ પાંચથી છ માણસોએ હાથમાં પિસ્તોલ અને લોખંડના પાઇપ સાથે આવી યુવકને ન કરી માર મારી તેનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતાર્યેા હતો તેમ જ માફી મંગાવી ફરિયાદ કરીશ તો જ મારી નાખીશું તેમ જણાવી યુવકને ભેસાણ ચોકડી પાસે ઉતારી દીધો હતો. સમગ્ર બનાવ મામલે યુવકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાના પ્રયાસ એસ્ટ્રોસિટી સહિતની વિવિધ કલમોને આધારે ગુનો નોંધ્યો હતો.
પોલીસે સીસીટીવી ફટેજને આધારે તપાસ હાથ ધરી હતી તો એલસીબી, એસઓજી  અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્રારા તપાસ દરમિયાન મારામારી મામલે અતુલ પ્રેમ સાગર કંઠેરીયા રહે જસદણ મૂળ ઉત્તર પ્રદેશ ફેજલ ઉર્ફે પાવલી હત્પસેનભાઇ પરમાર રહે જસદણ ખાટકી ચોક અને ઈકબાલ હાનભાઈ ગોગદા રહે જસદણ ખાટકી ચોક ત્રણ શખ્સોને મોબાઈલ અને કાર સાથે હસ્તગત કરવામાં આવ્યા હતા. અને પોલીસની ટીમે ઝડપાયેલા ત્રણેય ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી. યુવકની ફરિયાદના આધારે આરોપીઓએ ગોંડલ લઈ જઈ ન કરી માર મારી મોબાઇલમાં વિડીયો ઉતારી માફી માગવામાં આવી હતી આ ઉપરાંત બંદૂક તથા લોખંડના પાઇપ વડે પણ માર માર્યેા હતો જેને આધારે પોલીસ દ્રારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી અને ગણેશ જાડેજાની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવ મામલે  જૂનાગઢ એલસીબીની ટીમે ગઈકાલે રાત્રે ગોંડલ ખાતે પહોંચી ગણેશ જાડેજાની ધરપકડ કરી જુનાગઢ લાવવામાં આવ્યો હતો . તેમજ મારામારીનું કારણ તેમજ કોની કોની સંડવણી છે તે મામલે ઝડપાયેલા પૂછપરછ કરવા રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે. ગઈકાલથી એલસીબી કચેરી ખાતે બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application