ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા આંગણવાડીના ૨૫૧ કુપોષિત બાળકોને પોષણની કીટ અપાઇ

  • April 21, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી. હોસ્પિટલમાં તમામ કુપોષિત બાળકોની ફરી આરોગ્યની ચકાસણી કરાવાઈ

જામનગર શહેરના ૭૯ ના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ તેમના જન્મદિવસ નિમિતે આંગણવાડીના કુપોષિત રપ૧ બાળકોને પોષણની કીટ આપવાનું શરુ કર્યું છે, તેની ગુજરાતભરમાં પ્રશંસા થઇ રહી છે, ભાજપના મોટા નેતાઓએ પણ તેમની આ કામગીરીને  બીરદાવી છે ત્યારે ગઇકાલે ફરીથી આંગણવાડીના રપ૧ બાળકોને કીટ આપવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને સાર્થક કરતા જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પોતાના જન્મદિવસથી એક વર્ષ માટે જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના કુપોષિત ૨૫૧ બાળકોને દત્તક લેવાની અને સતત આખું વર્ષ તેમની પોષણની ચિંતા કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારવામાં આવી હતી, જેના અનુસંધાને ગઈકાલે સતત ચોથી વખત તમામ કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, એટલું જ માત્ર નહીં તમામ બાળકોની જી.જી. હોસ્પિટલમાં ફરીથી આરોગ્યની ચકાસણી પણ કરાવાઈ હતી.
 જામનગર શહેરમાં હાકલ કરો ત્યારે હાજર ના પજીંગલથ થી લોકોમાં પ્રચલિત થયેલા જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ પોતાના જનસંપર્ક કાર્યાલયમાં ઉપસ્થિત રહી સતત પોતાના વિસ્તારના નાગરિકોની ચિંતા કરી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને પણ સાર્થક કરી રહ્યા છે. કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં હોવા છતાં એકાદ દિવસ આવીને તેઓએ બાળકોની સતત ચિંતા કરીને કીટ આપીને તેઓ ફરી પાછા કર્ણાટક જતા રહ્યા છે અને તેમને બાળકો પ્રત્યેની ચિંતા કરી હતી, જેની પણ સરાહના થઇ રહી છે. જે વચન પૂર્ણ કરવા માટે તેઓએ ગઈકાલે સતત ચોથી વખત કુપોષિત બાળકોના વિસ્તારમાં જઈ તેઓનો રુબરુ સંપર્ક કર્યો હતો, અને સ્થાનિક વિસ્તારના આગેવાનો વગેરેને સાથે રાખીને નાના ભૂલકાઓની ચિંતા કરી હતી.
૭૯-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જામનગર મહાનગરપાલિકાના ૭૯-વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૭, ૮, ૯,૧૦,૧૨,૧૩,૧૪,૧૫, અને ૧૬ માં આવેલી જુદી જુદી આંગણવાડીઓમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ અને મહામંત્રી, સ્થાનિક કોર્પોરેટર તેમજ અગ્રણી કાર્યકરોની સાથે રહીને પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 જે પૈકી વોર્ડ નંબર ૯ માં ભરવાડપા વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, ઉપરાંત વોર્ડ નાં ૧૪ ના કોર્પોરેટર કેતનભાઇ નાખવા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ, વોર્ડ નાં ૯ના પ્રમુખ ભાવેશભાઈ કોઠારી, વોર્ડ મહામંત્રી ચીનાભાઈ ચોટાઈ તેમજ અન્ય સ્થાનિક કાર્યકરો જોડાયા હતા, જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application