જિલ્લા જેલ જામનગરની મુલાકાત લઈ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય-કલેકટર

  • June 28, 2023 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેકટર બીજલ શાહ સહિતના અધિકારીઓએ મુલાકાતી બોર્ડ તથા કોર કમિટીની બેઠક યોજી

જિલ્લા જેલ જામનગરની મુલાકાત લઇ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી જરુરી સમીક્ષા કરી હતી. કલેક્ટર અને ધારાસભ્ય સહિતના અધિકારીઓએ જિલ્લા જેલ ખાતે જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ તથા જેલ કોર કમિટીની બેઠક યોજી હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકોર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલ અધિક્ષક પી.ડી.હિહોરીયાને જરુરી સૂચનો કર્યા હતા તેમજ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનો સાંભળ્યા હતા.
જેલના નિરીક્ષણ દરમિયાન કલેક્ટરએ કેદીઓને અપાતા ભોજનની વ્યવસ્થા, કાચા-પાકા કામના કેદીઓની સંખ્યા, મુલાકાતીઓની સંખ્યા, જિલ્લા જેલનું મહેકમ, મહિલા કેદીઓ તથા વિદેશી કેદીઓની વિગતો, ભાગેળુ તથા પાસા હેઠળના કેદીઓની માહિતી, કેદીઓના આરોગ્ય અંગેની સુવિધાઓ વગેરે બાબતોની સમીક્ષા કરી હતી તેમજ જેલના સી.સી.ટી.વી. કંટ્રોલરૂમની મુલાકાત લઇ જરુરી ચકાસણી કરી હતી.
બેઠક અને જેલ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર બીજલ શાહ, પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ સુભદાબેન બક્ષી, અધિક નિવાસી કલેકટર ભાવેશ એન.ખેર, પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા, નાયક જિલ્લા વિકાસ અધિકારી મંડોત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા સહિત સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application