IPL 2024ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. મુંબઈએ હૈદરાબાદને 7 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ માટે સૂર્યાએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 102 અણનમ રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર અને પેટ કમિન્સને 1-1 સફળતા મળી.
174 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે તેની પ્રથમ વિકેટ 26 રન પર ગુમાવી હતી. ઈશાન કિશનને માર્કો જેન્સને આઉટ કર્યો હતો. ઈશાન 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત શર્મા માત્ર 4 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. નમનધિર ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ MIની ઇનિંગ્સને આગળ ધપાવી અને શાનદાર જીત તરફ દોરી ગયા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 79 રનમાં 143 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યાએ 51 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 102 રનની અણનમ ઇનિંગ રમી હતી. તિલક વર્મા 32 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો.
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. SRH તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સ 35 રન બનાવીને અણનમ રહ્યો હતો. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા અને પીયૂષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અંશુલ કંબોજને 1-1 સફળતા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech