આવતીકાલે સાત સ્થળે ગણેશ વિસર્જન: ત્રણ ડીસીપી સહિત ૧૫૦૦થી વધુઓ પોલીસ કાફલો તૈનાત રહેશે

  • September 16, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવને લઇને ભારે ઉમગં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે બપ્પાને અગલે બરસ તુમ જલદી આના કહી દુંદાળા દેવનું આયોજકો–ભાવિક ભકતો સહિતનાઓ દ્રારા વિસર્જન કરવામાં આવનાર છે. ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.
આવતી કાલે રાજકોટમાં સાત સ્થળે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે, વિસર્જન સ્થળ ઉપરાંત પંડાલથી વિસર્જન સ્થળ સુધી વાજતે ગાજતે ગણપતિજી વિદાય સમયે સુલેહ સેન્ટિનો ભગં ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન પૂર્ણ થાય એ માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે ૩ ડીસીપી, ૭ એસીપી, ૧ રેપિડ એકશન ટિમ, એસઆરપીની ટુકડી, ૧૮ પીઆઇ, ૪૮ પીએસઆઇ અને ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસ દ્રારા વિસર્જન સમય દરમિયાન સ્થળ પર ઐંડા પાણીમાં કોઈ વ્યકિતઓ ન જાય તેનું પણ ધ્યાન રાખવાની સાથે સાથે ટ્રાફિક, ધ્વની પ્રદુષણ, ડી જેના વધુ પડતા ઘોઘાટ ન કરવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે. કોઈ પણ વ્યકિત જાહેરનામાનો ભગં કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

આ સાત જગ્યા એ થશે વિસર્જન
૧– આજીડેમ ઓવર લો પાસે ખાન નંબર–૧
૨–આજીડેમ ઓવર લો પાસે ખાન નંબર–૨
૩– આજીડેમ ઓવર લો ચેકડેમ
૪– પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે, મવડીથી આગળ
૫– ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ, ખાણમાં, જામનગર રોડ,
૬– જામનગર રોડ, રંગપર ડેમ પાસે આવેલા કોઝવે
૭– આજીડેમ પાસે, રવિવારી બજાર, એચપીનાં પમ્પ પાસે






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application